Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ: છતાં અમદાવાદની 30થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી...

રાજ્યમાં શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ: છતાં અમદાવાદની 30થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી અટવાઈ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ધોરણ10 અને ધોરણ 12ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા અટકી પડી છે.

અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ થઈ છે પરંતુ અમદાવાદની 30થી વધુ શાળાઓમાં આ શૈક્ષણિક કામગીરી અટવાઈ છે. જેનું મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે શાળાઓ સીલ કરવાની કરાયેલ કામગીરી. શાળાઓને તાળા વાગી જતા ધોરણ10 અને ધોરણ 12ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. કોરોના મહામારીને કારણે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. 100 ટકા કર્મચારીઓ સાથે શાળાઓ કાર્યરત થઈ છે. સાથે જ એકપણ બાળકને શાળા ખાતે ના બોલાવવા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ફરજીયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું કહેવાયું છે.  જોકે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં શહેરની 30થી વધુ શાલાઓમાં વિવિધ પ્રકારની કામગીરી અટકી પડી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશનના અભાવે 30થી વધુ શાળાઓ સીલ કરી દીધી છે. નારણપુરાની સુમન વિદ્યાલયના સંચાલક હર્ષિતભાઈ પટેલ જણાવે છે કે, નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા શાળાઓમાં એડમિશનની પ્રોસેસ થતી હોય છે. આ ઉપરાંત ધોરણ10 અને ધોરણ 12ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા થતી હોય છે તે અટવાઈ પડી છે. સાથે જ બાળકોને ઓનલાઇન અભ્યાસ કરવાની કામગીરી પણ અટવાઈ છે.તો આ મામલે રાજ્યના  આચાર્ય મંડળના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલએ શાળાઓ ખોલવા  પરવાનગી આપવા સરકારને રજુઆત  કરવા જણાવ્યું છે. તો સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી BU પરમિશનનો સવાલ છે તે 1984 પછી આવી તે પહેલાં બાંધકામ રજા ચિઠ્ઠી અમલમાં હતી. આ મામલામાં જો મકાન માલિક બદલાતા જય કે ભાડુઆત બદલાતા જાય એટલે આ તકલીફ ઉભી થઈ છે.તંત્રએ જે તેશાળાના માલિકને 3 મહિના કે 6 મહિનાનો સમય આપવો જોઈએ અને અને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નવી શાળાને મંજૂરી આપતા સમયે સ્ટેબિલિટી સર્ટિફિકેટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર દ્વારા અપાયું હોય અને તે માન્ય રખાયું હોય તો કોર્પોરેશન એ એ સર્ટિફિકેટ માન્ય રાખવું જોઈએ. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં સીલ કરાયેલ હાલાઓ ખોલી નાખવી જોઈએ.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here