Tuesday, September 15, 2026
HomeGujaratBJPનાં જુઠ્ઠાણાની ખુલી પોલઃ શંકરસિંહ CM હતા ત્યારે અ'વાદ એરપોર્ટને અપાયું'તું સરદારનું...

BJPનાં જુઠ્ઠાણાની ખુલી પોલઃ શંકરસિંહ CM હતા ત્યારે અ’વાદ એરપોર્ટને અપાયું’તું સરદારનું નામ, ટ્વિટર મૂક્યા પુરાવા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામકરણ તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને તત્કાલીન રાજપાના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું. તે સમયની તસવીરો શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર શેર કરી હતી. અને ભાજપના જુઠ્ઠાણાની પોલ ખોલી દીધી હતી.

શંકરસિંહ CM હતા ત્યારે અ’વાદ એરપોર્ટને અપાયું’તું સરદારનું નામ, ટ્વિટર મૂક્યા પુરાવા

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર મૂકાલા પુરાવા સાથે જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ૭-૧૨-૧૯૯૮ ના રોજ થયું હતું. ભાજપને ઇશારે એરપોર્ટ ઓથોરિટીએ નામકરણની તકતી અને અવશેષ મીટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ભાજપના શાસનમાં થયું હતું. તે ભાજપનું અને મોદી સરકારનું ટાઢા પહોરનું ગપ્પું હતું. તે પુરવાર થાય છે. શંકરસિંહ વાઘેલાએ આ તસવીર ટ્વિટર પર મૂકીને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ એરપોર્ટના નામ સાથે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબનું નામકરણ ભાજપની સરકારમાં થયું હતું. શંકરસિંહ વાઘેલાએ આજે ૭-૧૨-૧૯૯૮ ના રોજની એક તસવીર જાહેર કરીને કહ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણનું સૂચન તેઓ જ્યારે CM હતા, ત્યારે કર્યું હતું. ગુજરાતના CM તરીકે તેમણે તે વખતે વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને વિનંતી કરતા તેઓ 7 ડીસેમ્બર, ૧૯૯૮નાં રોજ ગુજરાત પધાર્યા હતા અને તક્તીનું નામકરણ કર્યું હતું. તેનો સજ્જડ પુરાવો આ ફોટો છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તેઓ આ ખુલાસો એટલા માટે કરી રહ્યા છે કે, કેમ કે ભાજપ દ્વારા સંકુચિત માનસિકતાને કારણે ઈતિહાસની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ભાજપે જુઠ્ઠાણું ચલાવ્યું છે કે, કેશુભાઈ પટેલ સીએમ અને અટલજી વડાપ્રધાન હતા ત્યારે એરપોર્ટનું નામકરણ સરદારના નામે થયું હતું. પરંતુ આ ફોટો એ વાતનો સજ્જડ પુરાવો છે કે, ભાજપનો દાવો સાવ ખોટો અને પોકળ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારે રાજ્યસભામાં પણ આ વિષયની ખોટી માહિતી મૂકી છે. એરપોર્ટ પર આ તકતી ક્યાં છે અને તેને સાચવવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીની છે. ઓથોરિટી આ તકતી શોધી કાઢીને જાહેર જનતાની જાણકારી માટે મુકે.

દરમિયાનમાં વાઘેલાએ ટ્વીટર દ્વારા પણ તે સમયનો ફોટો મૂકીને ભાજપને સીધો પડકાર ફેંક્યો છે. એક રીતે જોતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સામે તલવાર ખેંચી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here