દિલ્હીમાં રેપ પછી બાળકીને સળગાવવાનો મામલો:ચિતા પર લાશ ઉલ્ટી પડી હતી જેથી પ્રાઈવેટ પાર્ટ સૌથી પહેલા સળગી જાય

0
29
વારદાતનો મુખ્ય આરોપી ઓલ્ડ કૈંટના નાંગલ સ્મશાન સ્થિત મંદિરોનો પુજારી છે
વારદાતનો મુખ્ય આરોપી ઓલ્ડ કૈંટના નાંગલ સ્મશાન સ્થિત મંદિરોનો પુજારી છે

દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામમાં ભાડાના એક નાના રૂમમાં રહેનાર સુનીલ અને સવિતા(બદલેલું નામ) ગુડિયા નામની છોકરીના મા-બાપ છે. જે હાલ આ દુનિયામાં નથી. 9 વર્ષની છોકરી ગુડિયા પર દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હતી. 1 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં આરોપીઓએ હત્યા પછી છોકરીની લાશ પણ સળગાવી દીધી.દલિત પરિવારની બાળકીની સાથેની આ ઘટના બન્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીડિત પરિવારને મળ્યા છે. વારદાતનો મુખ્ય આરોપી ઓલ્ડ કૈંટના નાંગલ સ્મશાન સ્થિત મંદિરોનો પુજારી છે. પોલીસે પુજારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કર્યા છે. જોકે છોકરીને ન્યાય મળે તે માટે નાંગલ ગામના લોકોના દેખાવો ચાલુ જ છે.દિલ્હી કૈંટના નાંગલ ગામમાં ભાડાના એક રૂમમાં રહેતા સવિતા અને સુનીલ સવારે વહેલા ઉઠીને કચરો વાળવાનું અને પછીથી પીર બાબની દર્ગા પર સાફ-સફાઈનું કામ કરે છે. તેના બદલામાં તેમને દર્ગા પર આવનારા લોકો કઈને કઈ આપે છે. આવી હાલાકી ભરેલી જીંદગીની વચ્ચે તેમના માટે ખુશી તેમની છોકરી ગુડિયા જ હતી.સવીતા આ અંગે કહે છે કે મને મારી છોકરી માટે ભય રહેતો હતો કે ક્યાંક તેની સાથે કઈક ખોટું ન બની જાય. હું છોકરીઓની સાથે બનતી દુર્ઘટનાઓના સમાચાર સાંભળીને ખુબ જ ડરતી હતી. આ ડરના કારણે મેં મારી છોકરીને સ્કુલે પણ મોકલી નથી.જોકે સવિતાનો તેની પુત્રીને લઈને આ ડર વાસ્તવિકતા બની ગયો. એક ઓગસ્ટે દિલ્હી કૈંટના સ્મશાનમાં તેની 9 વર્ષની છોકરીને રેપ કર્યા પછી સળગાવી દેવામાં આવી.સવિતા જણાવે છે કે તે દિવસે રવિવાર હતો. સાડા પાંચ વાગ્યા સુધી મારી દિકરી એકદમ સારી હતી. તેના પિતા શાકભાજી લેવા ગયા હતા. હું દર્ગા પર ચાલી રહેલા ભંડારામાંથી ઘરે આવી ગઈ હતી. ત્યારે સ્મશાનથી પુજારીએ આવીને કહ્યું કે તારી દિકરીને કરન્ટ લાગ્યો અને તેનું મુત્યુ થયું છે.ગુડિયા કઈ રીતે સ્મશાન જતી રહી? આ અંગે પુછવા પર સવિતાએ કહ્યું કે મારી દિકરી અહીં રોજ પાણી લેવા માટે જતી હતી. પછીથી રડતા-રડતા કહેવા લાગી કે પહેલા તો તેને ક્યારેય કરન્ટ લાગ્યો નહોતો તો અચાનક તે દિવસે કઈ રીતે કરન્ટ લાગ્યો. સ્મશાન પહોંચી તો મેં જોયું કે મારી પુત્રીને સળગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.સવિતા કહે છે મેં પુજારીને કહ્યું કે મારી પુત્રીની લાશ મને આપી દો તો તેમણે કહ્યું કે તું તો દર્ગા પર ભીખ માંગે છે, તારી પાસે અંતિમ સંસ્કારના પૈસા કઈ રીતે હશે? તુ કઈ રીતે કરીશ? પોલીસ આવશે તો તારી પુત્રની પોસ્ટમોર્ટમ થશે.