Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ...

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદઃ ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને નવ લોકોના મોત નીપજાવવાના કેસમાં પોલીસ આજે તથ્ય પટેલ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કોર્ટે આઇપીસીની કલમ 308 ઉમેરવાની મંજુરી આપતા કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. એફએસએલ અને જેગુઆર કાર સહિતના મહત્વના રિપોર્ટ પણ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને પહોંચ્યા હતાં. ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે પત્રકા પરિષદમાં જણાવ્યું હતું કે, ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયાં હતાં.જેમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત નિપજ્યાં છે. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી છે. તમામ પાસાઓની તપાસ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ કરાઈ છે. વૈજ્ઞાનિક અને દલ્તાવેજી પુરાવા સહિત સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપી સામે પુરતા પુરાવા છે. 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે અને 181 સાહેદોને તપાસવામાં આવ્યા છે અને આઠ સાક્ષીઓના નિવેદન લેવાયા છે. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે ઉમેર્યું હતું કે, RTO તરફથી ગાડીની તપાસ કરાવવામાં આવી છે. ગાડીમાં બેસનારની તપાસ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીનું DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ માટે બહુ પડકારરૂપ કેસ હતો.કોઈ પુરાવાનો નાશ ના થાય તે અમારા માટે ચેલેન્જ હતી. બનાવના 3 કલાકમાં તથ્યનું બ્લડ સેમ્પલ લીધું હતું. ગાડી ઓવર સ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારરૂપ હતું. તથ્યને હોસ્પિટલ લઈ જવાની જાણ હોસ્પિટલે પોલીસને કરી હતી પણ તથ્યના પિતાએ નહોતી કરી.  

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here