Friday, June 26, 2026
HomeAhmedabadઅમદાવાદ મંડળમાં “હરિત અને સતત રેલ પરિચાલન” થીમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ...

અમદાવાદ મંડળમાં “હરિત અને સતત રેલ પરિચાલન” થીમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનનું આયોજન

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમદાવાદ મંડળે પર્યાવરણ સંરક્ષણ તથા સતત વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ મજબૂત બનાવતા કર્મચારીઓ, મુસાફરો તથા સ્થાનિક સમુદાયોને હરિત ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 27 મે થી 30 મે, 2026 દરમિયાન “વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન”નું આયોજન “હરિત અને સતત રેલ પરિચાલન” (Green and Sustainable Railway Operations) વિષય અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ તેમજ જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
અભિયાન દરમિયાન મંડળના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ, ઓફિસ પરિસરો તથા અન્ય રેલવે સંપત્તિઓમાં “એક વૃક્ષ માંના નામે” અભિયાન અંતર્ગત વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ છોડ રોપીને હરિત આવરણ વધારવા તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો

રેલવે સ્ટેશનો, રેલવે કોલોનીઓ તથા તેમની આસપાસના વિસ્તારોને હરિત અને સ્વચ્છ બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા. સાથે જ સ્ટેશનોની આસપાસ આવેલા બગીચાઓ અને ઉદ્યાનોના જતન, સૌંદર્યીકરણ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું, જેથી મુસાફરો તથા સ્થાનિક નાગરિકોને સ્વચ્છ અને હરિત પર્યાવરણ મળી શકે.

રેલવે કોલોનીઓમાં સતત જીવનશૈલી (Sustainable Living)ને પ્રોત્સાહન આપવા માટે જાગરૂકતા કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ, સ્વચ્છ પર્યાવરણ તથા પર્યાવરણ-અનુકૂળ આદતો અપનાવવાની મહત્વતા પર પ્રકાશ પાડવામાં આવ્યો. ઉપરાંત સ્વચ્છ હવા અને હરિત વિસ્તારોના આરોગ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે આરોગ્ય જાગરૂકતા અભિયાન પણ ચલાવવામાં આવ્યા.

અભિયાન દરમિયાન ઇ-કચરા (E-Waste)ના પર્યાવરણીય દૂષ્પ્રભાવો, તેના યોગ્ય સંગ્રહ, નિકાલ તથા પુનર્ચક્રણ (Recycling) અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. કર્મચારીઓ તથા સામાન્ય જનતાને જવાબદાર કચરા વ્યવસ્થાપન માટે પ્રેરિત કરવામાં આવ્યા.

પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કપડાં તથા જૂટના થેલાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ વન સ્ટેશન વન પ્રોડક્ટ (OSOP) યોજનાના અંતર્ગત ઉપલબ્ધ પર્યાવરણ-અનુકૂળ ઉત્પાદનો અંગે જાગરૂકતા વધારવામાં આવી. વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પર્યાવરણ સંરક્ષણ અને જલવાયુ પરિવર્તન વિષય પર ચિત્રકલા, નિબંધ લેખન તથા પ્રશ્નોત્તરી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું.

ભારતીય રેલની હરિત પહેલને આગળ વધારતા અભિયાન દરમિયાન ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા તથા કાગળના ઉપયોગને ઘટાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, જેથી સંસાધનોનું સંરક્ષણ થઈ શકે અને પર્યાવરણ-અનુકૂળ રેલ પરિચાલન ને પ્રોત્સાહન મળે.
 
‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here