Sunday, November 15, 2026
HomeGujaratAhmedabadનકલી પોલીસે મહિલાને બે લાફા ઝીંકીને કાનના સોનાના બુટિયા અને સેર લૂંટી...

નકલી પોલીસે મહિલાને બે લાફા ઝીંકીને કાનના સોનાના બુટિયા અને સેર લૂંટી લીધા

Date:

Related stories

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને પગ લુછણીયા બનાવવાનું કામ કરતા એક બહેન નકલી પોલીસની ઠગાઈનો ભોગ બન્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા નંદુબેન મણીલાલ પરમારે (ઉંમર- 45 વર્ષ) પોલીસમાં ફરિયાદ નોંધાવીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. નંદુબેનના પતિનું આજથી 15 વર્ષ પહેલા મૃત્યુ થયુ હતું અને તેઓ નારણપીઠાની ચાલીમાં પગ લુછણિયા બનાવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 30 અને 28 વર્ષની ઉંમરના બે દીકરાઓ પણ છે. શનિવારના રોજ તેઓ બપોરના 1:30 વાગ્યા આસપાસ પોતાના કામના સ્થળ પરથી ભાઈની દીકરી માટે કપડાં લેવા રામરાજ્ય ચારરસ્તા તરફ ગયા હતા. ત્યાર બાદ બપોરના 3:0 વાગ્યા આસપાસ તેમણે રબારી કોલોની પાસેથ રીક્ષા કરી હતી. તેઓ જ્યારે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે ઉતરવા ગયા ત્યારે એક બાઈક સવારે તેમના પાસે આવીને રીક્ષાવાળાને ધમકાવ્યો હતો કે, ‘હું ક્યારનો હોર્ન વગાડું છું, તો પણ તેં રીક્ષા કેમ ઉભી ન રાખી. હું પોલીસવાળો છું અને તારી રીક્ષામાં બેઠેલા બહેનને ઉતરવા ન દઈશ. રીક્ષા આગળ લઈ લે.’ ત્યાર બાદ રીક્ષાવાળાએ બાઈકની પાછળ રીક્ષા ચલાવી હતી અને તેઓ ન્યુ કોટન એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચે હનુમાનજીના મંદિરની સામે ઉભા રહ્યા હતા. ત્યાર બાદ તે શખ્સે રીક્ષાવાળાને દૂર ઉભા રહેવા કહ્યું હતું. તે અજાણ્યા શખ્સે મહિલાને કાનની બુટ્ટી અને સોનાની સેર ચેક કરવા માટે આપવા કહ્યું હતું. નંદુબેને ના પાડી એટલે તેણે નંદુબેનના ગાલ પર 2 લાફા મારી દીધા હતા. આ કારણે ડરી ગયેલા નંદુબેને ફટાફટ બુટ્ટી કાઢી આપી હતી. ત્યાર બાદ તે શખ્સે બીજા કાનની બુટ્ટીની માગણી કરી હતી અને નહીં આપે તો બીજા બે લાફા મારવાની ધમકી આપી હતી. બાદમાં તે શખ્સે આશરે 50,000 રૂપિયાનું મૂલ્ય ધરાવતી સોનાની બુટ્ટી અને સેર (આશરે સવા તોલા વજન) પોતાના પાસે રાખી લીધા હતા અને તે વસ્તુ પોલીસ સ્ટેશન જઈને આપશે તેમ જણાવ્યું હતું. બાદમાં તેણે મહિલાને તેણી જ્યાં કામ કરે છે તે સ્થળ બતાવવા માટે રીક્ષામાં બેસવા કહ્યું હતું. બાદમાં તેણે રીક્ષાની પાછળ બાઈક ચલાવવાનું શરૂ કર્યું હતું અને તેઓ જ્યારે અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર પરત પહોંચ્યા ત્યાં સુધીમાં રસ્તામાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં ગભરાયેલા નંદુબહેને પોતે જ્યાં કામ કરે છે ત્યાં પહોંચીને ત્યાં રહેલી મહિલાઓને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને તેમને સાથે રાખીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમના કહેવા પ્રમાણે તે 40 વર્ષીય અજાણ્યા શખ્સને જોવાથી ઓળખી શકે તેમ છે પરંતુ તેમને બાઈકનો નંબર નથી યાદ રહ્યો. 

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યની...

દ્વારકા, 14 નવેમ્બર, 2026: પ્રથમ ચરણમાં કન્યાકુમારીથી કેદારનાથ સુધીની...

2026 ની ભારત સમિટનું હૈદરાબાદમાં આયોજન થયું,એ વૈશ્વિક શાંતિનાં...

દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી...

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here