Saturday, October 17, 2026
Homenationalદિલ્હીમાં સંભળાશે ગુજરાતના સિંહની ગર્જના, CZA એ મંજૂર કર્યો પ્રસ્તાવ....

દિલ્હીમાં સંભળાશે ગુજરાતના સિંહની ગર્જના, CZA એ મંજૂર કર્યો પ્રસ્તાવ….

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતના ત્રણ સિંહો આજે દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ગર્જના કરી શકે છે. વહીવટીતંત્રને આશા છે કે ગુજરાતથી દિલ્હી લઇ જવામાં આવતા ત્રણ સિંહ સોમવારે સવારે પહોંચી શકે છે. તેમના આગમન બાદ ઝૂ માં સિંહોની કુલ સંખ્યા વધીને સાત થઈ જશે. ત્યારે તેના બદલામાં દિલ્હીથી હિપ્પોપોટેમસ ગુજરાત મોકલવામાં આવશે.હકીકતમાં, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ ગત મહિને જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અંતર્ગત ગુજરાતના સરદાર પટેલ ઝૂ માંથી બે નર અને એક માદા સિંહોને દિલ્હી મોકલવામાં આવશે. જો કે, સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદને કારણે એનિમલ એક્સચેન્જ કાર્યક્રમ માં વિલંબ થઈ રહ્યો હતો. પ્રાણી સંગ્રહાલય ના અધિકારીએ જણાવ્યું હતું કે, વન્યજીવોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવા માટે પણ હવામાન મહત્વની ભૂમિકા ભજવે છે.કારણ કે, વન્યજીવોને ત્યારે જ લાવી શકાય જ્યારે તાપમાન સામાન્ય હોય. વધુ પડતી ગરમી કે વરસાદની સ્થિતિમાં વન્યજીવોનું આરોગ્ય બગડવાનો ભય રહે છે. તેથી વહીવટતંત્ર યોગ્ય હવામાન અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યું હતું. જો કે, અત્યારે દિલ્હીમાં વરસાદ બંધ થઈ ગયો છે અને શિયાળો શરૂ થવાનો છે. તેથી, વન્યજીવોને લાવવા અને લઈ જવા માટે આ ઋતુ અનુકૂળ છે.

ચાર સિંહોને જોવા આવે છે પ્રવાસીઓ :-
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં ચાર સિંહ છે. તેમાં સુંદરમ, અખિલા, રોહન અને હેમાનો સામેલ છે. અગાઉ અમાન નામનો સિંહ પણ હતો, પરંતુ થોડા સમય પહેલા તેની તબિયત ખરાબ થવાને કારણે તેનું મોત થયું હતું. ત્યારથી વહીવટીતંત્ર સતત બીજા સિંહ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રાણી સંગ્રહાલય તરફથી ગ્રીન સિગ્નલ મળતું ન હતું. ગત મહિને ગુજરાત ઝૂ દ્વારા માત્ર ત્રણ સિંહોને મંજૂરી આપવામાં આવી હતી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here