Friday, June 26, 2026
HomeGujaratHardik Patel : ભાજપના ધારાસભ્ય ભાજપની જ ઊંઘ હરામ કરશે, હાર્દિક પટેલ...

Hardik Patel : ભાજપના ધારાસભ્ય ભાજપની જ ઊંઘ હરામ કરશે, હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી દેશી કપાસને ટેકાના ભાવમાં સામેલ કરવાની માંગ કરી… સાથે જ તેઓએ ખેડૂતોના હિતમાં આંદોલન કરવાની પણ ચીમકી આપી

Hardik Patel : ભાજપના ધારાસભ્ય ભાજપની જ ઊંઘ હરામ કરશે, હાર્દિક પટેલ ફરી આંદોલનના માર્ગે

Hardik Patel Letter : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપ લોકસભા અંકે કરવા તૈયારી કરી રહ્યુ છે. આવામાં વિપક્ષને પાડવાના ખેલ તો બાજુમાં રહ્યાં, પરંતું ભાજપમાં તો ઘરા કા ભેદી લંકા ઢાએ જેવી હાલત થઈ છે. એક પછી એક ભાજપના જ નેતાઓ વિરોધમાં પડ્યાં છે. કેતન ઈનામદાર, મનસુખ વસાવા, કુમાર કાનાણી જેવા દિગ્ગજ નેતાઓ ભાજપ પર અનેક સવાલો કરીને પત્ર લખી ચૂક્યા છે. ત્યારે હવે આ વિરોધમાં હાર્દિક પટેલ પણ સામેલ થયા છે. હાર્દિક પટેલે ન માત્ર સરકાર સામે મોરચો માંડ્યો છે, પંરતું આંદોલનની પણ ચીમકી આપી છે. હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રએ સરકારની ઊંઘ હરામ કરી છે. જે બતાવે છે કે તેઓ સીધા સરકાર સામે પડ્યા છે. આંદોલન માટે જાણીતા ચહેરા હાર્દિક પટેલે ખેડતોના હિત માટે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે શું ભાજપને હાર્દિકનો આ વિરોધ ભારે પડી શકે છે. 

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. ત્યારબાદ સાંજે હાર્દિક પટેલે કૃષિમંત્રી સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે દેશી કપાસને ટેકાના ભાવમાં સામેલ કરવાની માંગ કરી હતી. કૃષિ મંત્રી સાથે બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું કે, દેશી કપાસની એમએસપી નક્કી કરાય નથી. દેશી કપાસમાં ખેડૂતોને ન્યાય અપાવવા અને ટેકાનો ભાવ નક્કી કરવા માટે પત્ર લખ્યો હતો. વિરમગામના ધારાસભ્યએ કહ્યું કે દેશી કપાલ-કાલાનો સમાવેશ કેવી રીતે એમએસપીમાં થાય તેની ચર્ચા કૃષિ મંત્રી સાથે કરી છે. 

હાર્દિક પટેલે કૃષિમંત્રીને લખ્યો હતો પત્ર
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં હાર્દિક પટેલે વિરમગામ, દસાડા, માંડલ તેમજ ધોળકા, શંખેશ્વર સહિતના દેશી કપાસની ખેતી કરતા ખેડૂતોનું શોષણ અટકાવવા વિનંતી કરી હતી.  પહેલા વેપારીઓ પ્રતિ 20 કિલો કા 14 કિલોની ઘડી ગણાતા હતા જે હવે 14.5 કિલોની કરી નાખે છે. એટલું જ નહિ પરંતુ ઉતારો 14.5 કિલોથી ઓછો આવે તો પૈસા કાપી લે છે જ્યારે વધુ આવે તો માત્ર પાસ લખે છે પરંતુ વધુના રૂપિયા આપતા નથી. એટલું જ નહિ ખેડૂતોને પેમેન્ટ 15 દિવસે આપે છે અને જો તરત જોઈએ તો 1000 રૂ. વટાવ લેખે 15 રૂ. કાપી લે છે. 

ખેડૂતોનું શોષણ થાય છે
હાર્દિક પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. 6 માસમાં કપાસનો પાક તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.

હાર્દિક પટેલે આપી અહિંસક આંદોલનની ચીમકી
હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો (એક મણ કાલામાં 14.5 કિલોથી ઉતારો વધારે આવે ત્યારે વધારે ભાવ આપતા નથી અને જો ઉતાપો 14.5 કિલાથી નીચે જાય તો પોઈન્ટ કાપી લે છે) રાખવામાં આવે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. વેપારીઓને તમારી ઓફિસ તરફથી આ સૂચના આપવામાં આવે. આ સાથે હાર્દિક પટેલે કહ્યુ કે જો ખેડૂતોનું શોષણ ચાલુ રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરૂ કરીશું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here