Monday, September 14, 2026
HomeGujaratભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્વાન, ભગવાનને મળવા રોજ ગિરનાર...

ભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્વાન, ભગવાનને મળવા રોજ ગિરનાર ચઢી જાય છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જુનાગઢ :ગિરનાર પર્વત સાથે જોડાયેલા ભક્તો અવારનવાર પર્વત ચઢીને દર્શન કરવાનો જુસ્સો બતાવે છે. પરંતુ ભક્તિ સાથે અનેરો લગાવ ધરાવતો ભૈરવ નામનો શ્વાન છેલ્લા પાંચ વર્ષથી ગિરનારની યાત્રા કરે છે. દર પૂનમે ભાવિકો સાથે સીડી ચડીને ગિરનાર તીર્થ ક્ષેત્રના ધાર્મિક સ્થાનોની યાત્રા કરે છે. જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્ર ધાર્મિકતાની સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે, ત્યારે ભૈરવ નામના શ્વાનની કહાની પણ કંઈક અનેરી છે, જે ભાગ્યે જ જોવા મળે છે. ભવનાથ તળેટીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અને આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં મહંત હરીબાપુ ગોસ્વામી સેવા પૂજા કરે છે. ત્યારે ભૈરવ નામના શ્વાન આજથી ત્રણ ચાર વર્ષ પહેલા આશ્રમમાં આવ્યો હતો. ત્યારથી દર પૂનમે ભાવિકો સાથે યાત્રા કરવા નીકળી જાય છે અને ગિરનારની ત્રણ ચાર દિવસની યાત્રા કરીને પરત ભવનાથ તળેટી સ્થિત આશ્રમમાં આવી જાય છે. ખાસ વાત તો એ છે કે, ભૈરવને ભસતા નથી આવડતું, જયારે તેને મન થાય ત્યારે ૐ ના સ્વરનો અવાજ કરે છે. પૂનમના દિવસે ભૈરવ ભોજન પણ નથી લેતો. અનેક આશ્રમના હરીબાપુ ભોજન આપે છે, પણ ભોજન નથી લેતો અને ઉપવાસ કરે છે. ત્યારે ભૈરવ નામનો શ્વાન આજે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર અને ગુરૂ દત્તાત્રય ભગવાનના દર્શન કરીને અનેરી ભક્તિ કરે છે.ભૈરવ વિશે હરીબાપુ કહે છે કે, ગિરનાર ટોચે બિરાજમાન ગુરૂ દત્તાત્રય ભગવાનનું મંદિર આવેલું છે. ગુરૂ દત્તાત્રય ભગવાનને ત્રણ મસ્તક છે અને 6 હાથ છે. ત્યારે ભગવાન ગુરૂ દત્તાત્રય પાસે ચાર શ્વાન બેઠેલા જોવા મળે છે અને ચાર શ્વાન વેદના રૂપમાં જોવા મળે છે. ત્યારે આજે પણ જુનાગઢના અનેક ઘરોમાં પહેલી રોટલી સ્વાન અને ગૌમાતા માટે બને છે. દત્ત ભગવાનને પણ શ્વાન માટે અનેરો લગાવ હતો. આજે પણ ભૈરવ 9999 પગથિયા ચડીને ગુરૂ દત્તાત્રય ભગવાનની ભક્તિ કરે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here