Monday, September 14, 2026
HomeGujaratAhmedabadઆવકવેરા વિભાગના દરોડા: અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર ITનું સર્ચ-ઓપરેશન

આવકવેરા વિભાગના દરોડા: અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર ITનું સર્ચ-ઓપરેશન

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદમાં તમાકુના ઉત્પાદક બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. કંપનીના માલિક-ભાગીદારોની ઓફિસ-રહેઠાણ સહિત 31 સ્થળે સવારથી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંધુ ભવન રોડ પરની ઓફિસ ઉપરાંત તેમનાં નિવાસસ્થાનો પર સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. 100થી વધુ અધિકારીઓનો કાફલો જુદાં-જુદાં 31 સ્થળોએ ત્રાટકયો છે વહેલી સવારથી મોટા પાયે તપાસ કામગીરી કરવામાં આવી રહી છે.અમદાવાદ ઉપરાંત અમદાવાદ-વડોદરાથી પણ અધિકારીઓના કાફલાને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાગવાન ગ્રુપ જર્દા ઉત્પાદન ઉપરાંત કન્સ્ટ્રક્શન, પેકેજિંગ તથા એફએમસીજીના વ્યવસાયમાં પણ સામેલ છે. આવકવેરાની આ દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાની કરચોરી તથા બિનહિસાબી નાણાકીય વ્યવહારો તથા મિલકતોતોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાગબાન ગ્રુપ સાથે કનેકશન ધરાવતા વેપારીઓ પણ ફફડ્યા છે. આવનારા દિવસોમાં રાજ્યમાં વધુ દરોડા ઓપરેશન થવાની પણ આશંકા વ્યક્ત થઇ રહી છે.તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. સૂત્રોના જાણાવ્યા પ્રમાણે, બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં, રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું છે, જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપના ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલાં અલગ-અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરાઈ હતી. એમાં 20 જેટલાં લોકર સીલ કરીને 1 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી. આ સર્ચ-ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 50 જેટલા ઓફિસર જોડાયેલા હતા.આ પહેલાં ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે 1 કરોડની રોકડ અને 1 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર 100થી વધુ અધિકારી જોડાયા હતા

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here