Saturday, September 26, 2026
HomeBusinessઇન્ક્યુસ્પેઝેવિકાસમાટે ₹150 કરોડનુંભંડોળમેળવ્યું; વિસ્તરણ, વ્યૂહાત્મકઅધિગ્રહણઅનેઆઇપીઓનીતૈયારીનેમળશેવેગ

ઇન્ક્યુસ્પેઝેવિકાસમાટે ₹150 કરોડનુંભંડોળમેળવ્યું; વિસ્તરણ, વ્યૂહાત્મકઅધિગ્રહણઅનેઆઇપીઓનીતૈયારીનેમળશેવેગ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી, 30 જૂન, 2026: ભારતની અગ્રણી મેનેજ્ડ વર્કસ્પેસ અને ઓફિસ સોલ્યુશન્સ પ્રદાતા ઇન્ક્યુસ્પેઝે ભારત વેલ્યૂ ફંડ તથા અન્ય નાણાકીય સંસ્થાઓના નેતૃત્વ હેઠળ ₹150 કરોડનું ગ્રોથ કેપિટલ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. કંપનીના વિકાસના માર્ગમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ભંડોળનો ઉપયોગ દેશના મુખ્ય કોમર્શિયલ બજારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવા, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવા, વ્યૂહાત્મક અધિગ્રહણ કરવા તેમજ નાણાકીય વર્ષ 2029 (નાણાકીય વર્ષ 29) માં યોજાનારા આઇપીઓ ની તૈયારી માટે કરવામાં આવશે.

ભારતમાં ફ્લેક્સિબલ ઓફિસ ક્ષેત્રે હવે 100 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર પાર કર્યો છે. આ ક્ષેત્રમાં વૃદ્ધિ માટે મુખ્યત્વે કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ઝડપથી વિકસતા વ્યવસાયો દ્વારા સ્કેલેબલ તથા આધુનિક ઓફિસ સોલ્યુશન્સની વધતી માંગ જવાબદાર છે.

ઇન્ક્યુસ્પેઝના સ્થાપક અને સીઈઓ સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ રોકાણ ઇન્ક્યુસ્પેઝના વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે. છેલ્લા દસ વર્ષમાં અમે એન્ટરપ્રાઇઝ ગ્રાહકો, કાર્યક્ષમ કામગીરી અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ નવી મૂડી અમને વિસ્તરણની યોજનાઓને ઝડપી બનાવવામાં, હૈદરાબાદ જેવા વ્યૂહાત્મક બજારોમાં અમારી હાજરી વધારવામાં, ટેક્નોલોજીમાં વધુ રોકાણ કરવામાં અને અમારા વિઝનને અનુરૂપ વિકાસની નવી તકોને આગળ વધારવામાં મદદરૂપ થશે.”

આ ફંડિંગ ઇન્ક્યુસ્પેઝ દ્વારા તાજેતરમાં હૈદરાબાદ સ્થિત મેનેજ્ડ વર્કસ્પેસ કંપની iKevaના અધિગ્રહણ બાદ પ્રાપ્ત થયું છે. આ અધિગ્રહણથી કંપનીની દક્ષિણ ભારતમાં હાજરી વધુ મજબૂત બની છે તેમજ તેના પોર્ટફોલિયોમાં ઉચ્ચ ગુણવત્તાની એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ઓફિસ સ્પેસનો ઉમેરો થયો છે. કંપનીનું લક્ષ્ય નાણાકીય વર્ષ 27 સુધીમાં હૈદરાબાદમાં 10 લાખ ચોરસ ફૂટથી વધુ મેનેજ્ડ ઓફિસ સ્પેસનું સંચાલન કરવાનો છે.

છેલ્લા દાયકામાં ઇન્ક્યુસ્પેઝે સમગ્ર ભારતમાં એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે વિશ્વસનીય વર્કસ્પેસ પાર્ટનર તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. કંપની મેનેજ્ડ ઓફિસ, કો-વર્કિંગ સ્પેસ અને કસ્ટમાઇઝ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે.

ઇન્ક્યુસ્પેઝના સહ–સ્થાપકઅનેમેનેજિંગપાર્ટનરસંજયછત્રાથએ જણાવ્યું હતું કે, “ભારતમાં મેનેજ્ડ વર્કસ્પેસ ક્ષેત્ર હવે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એન્ટરપ્રાઇઝ દ્વારા વધતો સ્વીકાર, હાઇબ્રિડ વર્ક મોડલ અને જીસીસી ના ઝડપી વિસ્તરણને કારણે આ ક્ષેત્રમાં નોંધપાત્ર તકો સર્જાઈ રહી છે. iKevaનું અધિગ્રહણ અમારી વ્યૂહાત્મક વૃદ્ધિની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે. આ નવા ભંડોળથી અમે અમારા પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવી શકીશું, ગ્રાહકોને વધુ ઉત્તમ અનુભવ આપી શકીશું અને સમગ્ર ભારતમાં ભવિષ્યને અનુરૂપ વર્કસ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવી શકીશું.”

ભારત વેલ્યૂ ફંડના સીઆઇઓ મધુ લુણાવત એ જણાવ્યું હતું કે, “ઇન્ક્યુસ્પેઝે મજબૂત અમલીકરણ ક્ષમતા, એન્ટરપ્રાઇઝ–કેન્દ્રિત વ્યવસાય મોડલ અને ભવિષ્ય માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ દર્શાવ્યો છે. અમને વિશ્વાસ છે કે કંપની ભારતના ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રમાં ઉપલબ્ધ લાંબા ગાળાની વૃદ્ધિની તકોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવી શકશે. કંપનીના આગામી વિકાસના તબક્કામાં ભાગીદાર બનવા બદલ અમે ઉત્સાહિત છીએ.”

આ તાજેતરનું ફંડિંગ ઇન્ક્યુસ્પેઝની લાંબા ગાળાની વિકાસ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ પગલું છે. કંપની સંસ્થાકીય સ્તરે વિસ્તરણ અને આગામી વર્ષોમાં જાહેર શેરબજારમાં પ્રવેશ (આઇપીઓ) માટે તૈયારી કરી રહી છે.

મજબૂત બેલેન્સ શીટ, દેશવ્યાપી વિસ્તરતી હાજરી, સફળ અધિગ્રહણોનું એકીકરણ અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકોની સતત વધતી માંગ સાથે ઇન્ક્યુસ્પેઝ આગામી વર્ષોમાં તેના આઇપીઓ માટે મજબૂત પાયો તૈયાર કરી રહી છે. કંપનીનું લક્ષ્ય સ્કેલ, નફાકારકતા, ટેક્નોલોજી અને ગ્રાહક-કેન્દ્રિત નવીનતાના સંયોજન સાથે આ ક્ષેત્રમાં અગ્રણી પ્લેટફોર્મ ઉભું કરવાનું છે.

ભારતમાં કાર્યસ્થળની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્ક્યુસ્પેઝ મેનેજ્ડ ઓફિસ અને ફ્લેક્સિબલ વર્કસ્પેસ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તેમજ ગ્રાહકો, ભાગીદારો, કર્મચારીઓ અને રોકાણકારો માટે ટકાઉ મૂલ્ય ઊભું કરવા પ્રતિબદ્ધ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here