‘ભારતે હવે રમત રમવાનું બંધ કરી દીધું, પાક.ની આતંકી નીતિ નિષ્ફળ’, જયશંકરના શાબ્દિક પ્રહાર

0
8
ભારતને વાતચીતના ટેબલ પર લાવવા આતંકનો આશરો લેવાની નીતિ ભારતે નિષ્ફળ બનાવી

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. ભારતે હવે આ રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશની આતંક નીતિને અપ્રસ્તુત બનાવી દીધી છે. તેના નાપાક હેતુ માટે સરહદ પારથી આતંકીઓ ભારતમાં મોકલે છે. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઘણાં લાંબા સમયથી સરહદ પારથી આતંકવાદનો ઉપયોગ કરીને ભારત પર વાતચીત માટે દબાણ કરે છે. એવું નથી કે અમે અમારા પાડોશી સાથે વાટાઘાટ નહીં કરીએ પરંતુ તેમણે જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો નહી કરીએ. કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના અંગે વાત કરતા જયશંકરે જણાવ્યું કે,ખાલિસ્તાની તાકાત ભારત અને કેનેડાને રાજદ્વારી સંબંધોને નુકસાનકારક ગતિવિધિ સામેલ થવા માટે જગ્યા અપાઈ છે. મુખ્ય મદ્દો એ છે કે, કેનેડાના રાજકારણમાં ખાલિસ્તાનના લોકોને જગ્યા અપાઈ છે અને તેમને નુકસાન પહોંચાડતી પ્રવૃતિઓમાં જોડાવવાની સ્વતંત્રતા આપી છે. મને લાગે છે કે આ ન તો ભારતમાં હિતમાં છે ન તો કેનેડાના હિતમાં.