Saturday, September 26, 2026
HomeBusinessજેએમ ફાઇનાન્સિયલ મ્યુચ્યુઅલ ફંડે જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું

જેએમ ફાઇનાન્સિયલ મ્યુચ્યુઅલ ફંડે જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

એનએફઓ 24 જૂન, 2026ના રોજ ખૂલીને 8 જુલાઇ, 2026ના રોજ બંધ થશે
આ સ્કીમ રોકાણકારોને સિંગલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે
મુંબઇ, 23 જૂન, 2026: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ અને ડાયવર્સિફાઇડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ગ્રૂપ પૈકીના એક જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડની ગ્રૂપ કંપની જેએમ ફાઇનાન્સિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેટ અને મની માર્કેટ સિક્યુરિટીઝ, ગોલ્ડ/સિલ્વર સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં રોકાણ કરે છે. આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 24 જૂન, 2026થી 8 જુલાઇ, 2026 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ્ય વિવિધ માર્કેટ સાઇકલમાં મલ્ટી-એસેટ ઇન્વેસ્ટિંગ માટે સ્ટ્રક્ચર્ડ અભિગમ સાથે વૃદ્ધિ હાંસલ કરવાનો છે.
રોકાણના લાંબાગાળાના પરિણામો માટે મોટાભાગે એસેટ એલોકેશનને મહત્વપૂર્ણ પરિબળ તરીકે જોવામાં આવે છે. વિવિધ એસેટ ક્લાસ માર્કેટ અને ઇકોનોમિક સાઇકલમાં અલગ-અલગ રીતે પર્ફોર્મ કરે છે, જેને લક્ષ્યમાં રાખતાં રોકાણકારો વિવિધ એસેટ ક્લાસમાં ડાયવર્સિફિકેશન કરે તે મહત્વપૂર્ણ છે.
જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડનો ઉદ્દેશ્ય રોકાણકારોને રોકાણના એક જ સોલ્યુશન દ્વારા વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરવાનો છે. આ સ્કીમ સ્ટ્રક્ચર્ડ એસેટ એલોકેશન ફ્રેમવર્ક (આંતરિત ગણતરીઓ ઉપર આધઆરિત)ના સહયોગથી મોડલ-ગાઇડેડ રોકાણ અભિગમને અનુસરે છે, જે વૃદ્ધિ અને ફુગાવાની બદલાતી સ્થિતિની ઓળખ કરે છે તેમજ વિવિધ એસેટ ક્લાસમાં એસેટની ફાળવણની તકોને માર્ગદર્શન આપવો પ્રયાસ કરે છે.
વિવિધ એસેટ ક્લાસમાં ફાળવણી અને રૂલ-બેઝ્ડ રિબેલેન્સિંગને અમલમાં મૂકતાં આ સ્કીમ માર્કેટની અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા તથા મધ્યમથી લાંબાગાળે મહત્તમ રિસ્ક-એડજસ્ટેડ ગ્રોથ ડિલિવર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં જેએમ ફાઇનાન્સિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઇક્વિટી, સતિશ રામનાથને જણાવ્યું હતું કે, અમે જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરતાં ઉત્સાહિત છીએ, જે સ્ટ્રક્ચર્ડ તેમજ ઇક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં રોકાણ માટે મેનેજ્ડ અભિગમ ધરાવે છે. રોકાણકારોએ બદલાતી માર્કેટ અને આર્થિક પરિસ્થિતિઓમાં આગળ વધવાનું હોય ત્યારે આ સ્કીમ સક્રિયપણે સિક્યુરિટીની પસંદગી અને મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ મૂજબ શિસ્તબદ્ધ એસેટ એલોકેશન ફ્રેમવર્કને જોડે છે, જેથી વિવિધ માર્કેટ સાઇકલમાં વધુ મજબૂત પોર્ટફોલિયોની રચના કરી શકાય. જે રોકાણકારો પ્રોફેશનલ રીતે મેનેજ્ડ મલ્ટી-એસેટ પોર્ટફોલિયો દ્વારા ગ્રોથ અને રિસ્ક મેનેજમેન્ટ માટે સંતુલિત અભિગમ ઇચ્છતા હોય તેઓ આ સ્કીમને ધ્યાનમાં લઇ શકે છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં જેએમ ફાઇનાન્સિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સિનિયર ફંડ મેનેજર – ઇક્વિટી, અસિત ભંડારકરે જણાવ્યું હતું કે, ભારતની લાંબાગાળાની વૃદ્ધિની તકો આકર્ષક છે. સ્કીમની ઇક્વિટી ફાળવણી અમારી માલિકીના GeeQ (ગ્રોથ ઓફ અર્નિંગ્સ એન્ડ અર્નિંગ્સ ક્વોલિટી) ફ્રેમવર્ક દ્વારા સપોર્ટેડ છે, જે મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ ધરાવતા ક્વોલિટી બિઝનેસની ઓળખ કરવા ઉપર કેન્દ્રિત છે. સ્કીમના એસેટ એલોકેશન ફ્રેમવર્ક સાથે અમારો ઉદ્દેશ્ય વૈવિધ્યસભર પોર્ટફોલિયોની રચના કરવાનો છે કે જે વિવિધ માર્કેટ સાઇકલમાં તકોમાં સહભાગી બની શકે.
સ્કીમના રોકાણ અભિગમ વિશે વાત કરતાં જેએમ ફાઇનાન્સિયલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ફિક્સ્ડ ઇન્કમ હેડ કિલ્લોલ પંડ્યાએ જણાવ્યું હતું કે, મલ્ટી એસેટ પોર્ટફોલિયો એક જ રોકાણ સોલ્યુશનમાં વિવિધ એસેટ ક્લાસની લાક્ષણિકતાઓ પ્રદાન કરે છે. પોર્ટફોલિયોનો ડેટ હિસ્સો લિક્વિડિટી, ક્રેડિટ અને ઇન્ટરેસ્ટ-રેટ તકો મેનેજ કરવા ઉપર ધ્યાન આપશે, જેને સ્કીમના એકંદર રોકાણની રણનીતિનો સપોર્ટ મળી રહેશે.
જેએમ મલ્ટી એસેટ એલોકેશન ફંડને ઇક્વિટી અને કોમોડિટી-સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે અસિત ભંડારકર અને દીપક ગુપ્તા તથા કિલ્લોલ પંડ્યા ડેટા અને મની માર્કેટ હિસ્સાને મેનેજ કરશે. સીઆઇઓ – ઇક્વિટી સતિશ રામનાથન સ્કીમ એસેટ એલોકેશન ઉપર સલાહ આપશે. આ સ્કીમ સ્ટ્રક્ચર્ડ એસેટ એલોકેશન ફ્રેમવર્ક સાથે વિવિધ એસેટ ક્લાસમાં એક્ટિવ સિક્યુરિટી સિલેક્શનને એકીકૃત કરે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ભિક્ષુક પરિવારના ૨૩ જેટલાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે
થલતેજ અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર-૨માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રીશ્રી
રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત આવતીકાલે તારીખ ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અમદાવાદમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે.
થલતેજની અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા નંબર-૨માં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભિક્ષુક પરિવારના ૨૩ જેટલાં વંચિત બાળકોને વિધિવત રીતે શાળામાં પ્રવેશ કરાવીને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ૨૫ જૂન સુધી ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ અને વંચિત વિસ્તારના તમામ બાળકો શત-પ્રતિશત નામાંકન મેળવી ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણનો લાભ લેતા થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here