Saturday, September 26, 2026
HomeBusinessટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે વધારે સ્થિરતા સાથે બજારની વધઘટમાંથી પસાર થવા રોકાણકારોને...

ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે વધારે સ્થિરતા સાથે બજારની વધઘટમાંથી પસાર થવા રોકાણકારોને મદદ કરવા મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવાં ULIP-લિન્ક્ડ ફંડમાં લાંબા ગાળા માટે સંપત્તિનું સ્થિર સર્જન કરવા નિયમ આધારિત, ઓછી વધઘટ ધરાવતી ઇક્વિટી વ્યૂહરચના સાથે જીવન વીમાકવચનો સમન્વય કરે છે

મુંબઈ, 23 જૂન, 2026 : બજારમાં વધઘટને કારણે રોકાણકારો મટે લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પર ટકી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું છે, જે યુનિટ-લિન્ક્ડ સમાધાન છે. એની ડિઝાઇન જીવન વીમાકવચની સાથે ઇક્વિટી બજારમાં ભાગીદારી વધારવા બનાવવામાં આવી છે.

ફંડની વ્યૂહરચના

આ ફંડ નિફ્ટી 500માંથી 50 કંપનીઓને પસંદ કરે છે, જેમાં ચાર પરિબળોના સમન્વયનો ઉપયોગ કરે છે : સ્ટૉકની કિંમતમાં ઓછી વધઘટ, ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા. ફંડ ઓછી વધઘટ ધરાવતા સ્ટૉક પર ભાર મૂકે છે એટલે ઓછી વધઘટનો ટ્રેક રેકૉર્ડ ધરાવતા સ્ટૉકને વધારે પસંદ કરવામાં આવે છે. તેનાથી રોકાણકારોને ઇક્વિટી બજારની વૃદ્ધિનો ફાયદો ઉઠાવીને સ્થિત અને મજબૂત રોકાણની સફર નિર્ધારિત કરવામાં મદદ મળે છે.

આ ફંડ શા માટે મહત્વપૂર્ણ?

ભારતમાં લાંબા ગાળાની ઊંચી વૃદ્ધિની સંભાવના જળવાઈ રહી છે, જેથી ઉપભોગ, ઉત્પાદન, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ વિસ્તરણને પ્રોત્સાહન મળે છે. જોકે, બજારોની ચાલ હંમેશાં એક જ દિશામાં હોતી નથી. ફક્ત એક થીમ કે સ્ટાઇલ પર આધારિત રોકાણ કરવાના અભિગમથી જોખમ વધી શકે છે, જેથી રોકાણકારોને બજારમાં ઘટાડાનો વધારે સામનો કરવો પડી શકે છે. ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ અનેક પરિબળોનો સમન્વય કરીને ઊંચું વળતર આપવા વધઘટની સમસ્યાનું સમાધાન કરે છે. તેમાં ઓછી વધઘટનો હિસ્સો કિંમતોમાં એકાએક મોટા ફેરફારોની અસરને ઓછી કરે છે, તો ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા જેવા પરિબળો લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને ટેકો આપે છે.

રોકાણનો શિસ્તબદ્ધ અભિગમ

Available through ટાટા AIAના ULIP સમાધાનો મારફતે ઉપલબ્ધ આ ફંડ ગ્રાહકોને બજાર સાથે સંબંધિત રોકાણની તકો અને જીવન વીમાકવચનો લાભ એકસાથે આપે છે. આ વ્યૂહરચના પેસિવ, ક્વોન્ટિટેટિવ માળખાનો ઉપયોગ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માટે બનાવવામાં આવી છે. નિયમો પર આધારિત રીત અપનાવીને આ ફંડ પોતાની મરજીથી સ્ટૉકની પસંદગી કરવા નિર્ભરતા ઓછી કરે છે અને પોર્ટફોલિયો વધારવા અને તેનું પુનઃસંતુલન કરવામાં એકસમાન રીતો જાળવી રાખે છે.

મુખ્ય ખાસિયતો

બેન્ચમાર્ક : નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સ (કસ્ટમાઇઝ)
ઇક્વિટીની ફાળવણી : 80%થી 100%
કેશ અને મની માર્કેટ ફાળવણી : 0%થી 20%
પોર્ટફોલિયો : Nifty 500માંથી 50 કંપનીઓ
વ્યૂહરચના : પેસિવ, ક્વોન્ટિટેટિવ, એકથી વધારે પરિબળોનો સમન્વય કરવાનો અભિગમ

ન્યૂ ફંડ ઑફરની વિગતો

NFOનો ગાળો 23 જૂનથી 30 જૂન, 2026 સુધી છે. આ ગાળા દરમિયાન ખરીદવામાં આવેલી તમામ પોલિસીઓ 30 જૂન, 2026ના રોજ ઇશ્યૂ થશે, જેનું નેટ એસેટ વેલ્યુ ₹10 છે.

ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ માર્કેટ-લિન્ક્ડ જીવન વીમા સોલ્યુશન મારફતે સતત ભાગીદારી સાથે ભારતની વિકાસગાથામાં સામેલ થવા આતુર લાંબા ગાળાના ગ્રાહકો માટે ડિઝાઇન કર્યું છે. વધારે વિગત મેળવવા મુલાકાત લો

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here