કેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ: કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો

0
15
ગઈકાલે દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી
ગઈકાલે દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોતાના ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમણે તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટ્વીટ બાદ તેમને ટ્વિટર પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. પંજાબ-ચંદીગઢમાં થોડા દિવસ પહેલાં યોજાયેલી રેલીની તસવીરો શેર કરતાં લોકો કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે.ટ્વિટર પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ એક-બે દિવસ પહેલાં ચંદીગઢમાં CM કેજરીવાલની રેલીની છે. એમાં તેઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા છે. લોકો એ લખીને આનંદ માણી રહ્યા છે કે મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ, પરંતુ તસવીરોમાં જોવામાં આવે તો મુખ્યમંત્રી હજારોની ભીડની વચ્ચે માસ્ક વગર જોવા મળે છે.અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. તેઓ 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.31 ડિસેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા. આ દરમિયાન પણ તેમણે માસ્ક પહેરેલું નહોતું. તેમની આસપાસ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં એક-બે સિવાયના કોઈના ચહેરા પર માસ્ક નથી