મુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ મોકલાશે!

0
22
મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું
મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું

દેશમાં કોરોનાની બે લહેર વચ્ચે અભિનેતા સોનુ સૂદેજે રીતે લોકોને મદદ કરી તે કોણ ભૂલી શકે. એક પછી એક કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સોનુ સૂદ ‘સંકટ મોચક’ બનીને લોકોની મદદ માટે આગળ આવ્યો છે. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ ના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ માહિતી અનુસાર, ગોવા પોર્ટ પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 સંક્રમિત મુસાફરોની સાથે, બાકીના નેગેટિવ આવેલા મુસાફરોને પણ મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ હવે આ મુસાફરોની મદદ માટે આગળ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ જહાજમાં સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો.એક યુઝરે ટ્વીટ કર્યું, ‘સોનુ સૂદ કૃપા કરીને મદદ કરો. મુંબઈથી ગોવા જતા 1950 કોરોના નેગેટિવ પેસેન્જરોને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. ગોવાના સત્તાવાળાઓ મનમાની કરે છે કે, તમામ 1950 નેગેટિવ મુસાફરો સાથે 66 કોરોના પોઝિટિવ મુસાફરો મુંબઈ પાછા ફરે, કારણ કે અનેક માટે ખતરો છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ.આ ટ્વીટના જવાબમાં સોનુ સૂદે કહ્યું, ‘મને 1950 લોકોની સુરક્ષાને લઈને ચિંતા છે, તેમને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. આ મુસાફરોને કોરોના પોઝિટિવ પેસેન્જરો સાથે મુસાફરી કરવા દબાણ કરવું બિલકુલ ખોટું છે. આપણે આપણા લોકોની જવાબદારી લેવી જોઈએ. હું ગોવા સરકાર ને અપીલ કરું છું કે, આ લોકોની મદદ કરે. હું પણ મારી રીતે તેમને મદદ કરું છું.