Monday, September 14, 2026
HomeGujaratઆગામી વરસાદી સિઝન પૂર્વે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

આગામી વરસાદી સિઝન પૂર્વે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

GSDMA ગાંધીનગર દ્વારા ફાળવાયેલી રબર બોટનું નર્મદા નદીમાં સફળ ટેસ્ટિંગ

રાજપીપળા,26 નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, નદી-તળાવો અને ડુંગરાળ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આગામી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ગંગા સિંગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગર દ્વારા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC)ને એક રબર બોટ ફાળવવામાં આવી છે. જેનું સફળ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ટેસ્ટિંગ દરમિયાન બોટની તકનિકી કામગીરી, એન્જિનની સ્થિતિ, પાણીમાં સંચાલન ક્ષમતા, સુરક્ષા સાધનો તથા આપત્તિ સમયે ઉપયોગી બની શકે તેવી તમામ બાબતોની ખાતરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટ સંપૂર્ણ કાર્યરત હાલતમાં હોવાનું નિર્ધારિત થયું હતું. જરૂરિયાત સમયે બચાવ તથા રાહત કામગીરી માટે તેનો અસરકારક ઉપયોગ કરી શકાય તેવી સજ્જતા હોવાનું જાણવા મળ્યું હતું.

નર્મદા જિલ્લો ડેમ વિસ્તાર, નદીકાંઠા, જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામો ધરાવતો હોવાથી ભારે વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા, સંપર્ક વિહોણા થવા અથવા લોકો ફસાઈ જવાની સ્થિતિ સર્જાતી રહે છે. આવી પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરવા માટે રબર બોટ મહત્વપૂર્ણ સાધન તરીકે કાર્ય કરે છે. ખાસ કરીને પૂર, અચાનક વધતા પાણીના પ્રવાહ અથવા ગામોમાં પહોંચવામાં મુશ્કેલી સર્જાય ત્યારે બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક રીતે કરી શકાય છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વિવિધ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં બચાવ સાધનોની ચકાસણી, કંટ્રોલ રૂમ સજ્જતા, તાલીમ કાર્યક્રમો, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરિયાત સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટેની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપળા
 
પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here