Monday, October 5, 2026
HomeGujaratતિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા આઠ વ્યક્તિને સલામત રીતે બચાવી...

તિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા આઠ વ્યક્તિને સલામત રીતે બચાવી લેવાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે નદીમાં પુરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરીના ભાગરૂપે તિલકવાડા ઘાટ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ

રાજપીપલા,તા. 27

આગામી ચોમાસુ સિઝન દરમિયાન સંભવિત પુર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તિલકવાડા ઘાટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલ દરમિયાન નર્મદા નદીના ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાયાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતાં.

સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને કરવામાં આવતા તિલકવાડા મામલતદારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મામલતદારે સ્થાનિક તલાટી તથા સરપંચને સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા તિલકવાડા આરોગ્ય કેન્દ્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર દોડી આવી હતી.

આપદા મિત્રોએ સ્થળ પર પહોંચી પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ રાજપીપલા નગરપાલિકાના ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે બોટની મદદથી ઊંડા પાણીમાં ઝાડના સહારે ફસાયેલા ચાર નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.

તમામ આઠ નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન પોલીસ વિભાગને જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ભેગી થયેલી ભીડને નિયંત્રિત કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તેમજ ઘટના સ્થળ તરફ જતાં માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરી રેસ્ક્યુ ટીમના વાહનોને સરળતાથી અવરજવર કરી શકે તે માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.અને મોકડ્રીલને સફળ બનાવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
 
આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here