Friday, September 25, 2026
HomeIndia'એક દિવસ ખુરશી જવાની જ છે...', નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા...

‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઇડામાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની ભેટ આપ્યાના બીજા જ દિવસે એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરી હતી. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં નોઇડા શહેરને મુખ્યમંત્રીઓ માટે ‘અપશુકનિયાળ’ માનવામાં આવતું હતું. એવી માન્યતા હતી કે જે પણ મુખ્યમંત્રી નોઇડા જાય છે, તેમની ખુરશી જતી રહે છે. આ અંધશ્રદ્ધાને કારણે ભૂતકાળમાં ઘણા મુખ્યમંત્રીઓએ પોતાના આખા કાર્યકાળ દરમિયાન નોઇડા જવાની હિંમત પણ કરી નહોતી. જોકે, યોગી આદિત્યનાથે આ માન્યતાને ફગાવી દેતા કહ્યું હતું કે, જ્યારે મને ત્યાં જવાથી રોકવામાં આવ્યો, ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ખુરશી એક દિવસ જવાની જ હોય, તો તેના મોહમાં કેમ પડવું?’ તેઓ નોઇડા ગયા એટલું જ નહીં, પણ પોતાનો પહેલો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા.મુખ્યમંત્રીએ નોઇડાની મુલાકાત દરમિયાન સામે આવેલા ગંભીર પ્રશ્નોની ચર્ચા કરતા જણાવ્યું કે, ત્યાં બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ(બાયર્સ) વચ્ચે લગભગ 4 લાખ જેટલા વિવાદિત કેસો વર્ષોથી અટવાયેલા હતા. અનેક લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી બિલ્ડરોને આપી દીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં તેમને ઘર મળ્યું નહોતું. જે-તે સમયે નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોરિટી પણ હજારો કરોડના દેવા નીચે દબાયેલી હતી. યોગી આદિત્યનાથે આ બાબતને ગંભીરતાથી લઈને નવી વ્યૂહનીતિ બનાવી અને વહીવટીતંત્રમાં સુધારા કર્યા. તેમણે ભ્રષ્ટ તત્ત્વોને બહાર કાઢ્યા અને બિલ્ડરોને કડક સૂચના આપી કે ગમે તે થાય, લોકોના ઘર મળવા જોઈએ.આ આક્રમક સુધારા અને યોગ્ય આયોજનનું પરિણામ એ આવ્યું કે આજે ઉત્તર પ્રદેશ સરકાર 4 લાખ લોકોને તેમના હકનું ઘર અપાવી ચૂકી છે. જે ઓથોરિટી પહેલા દેવામાં ડૂબેલી હતી, તે આજે 6 હજાર કરોડના નફામાં છે. મુખ્યમંત્રીએ ગર્વ સાથે જણાવ્યું કે આજે નોઇડામાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો અગાઉ અંધશ્રદ્ધાને કારણે નોઇડા આવતા ડરતા હતા અને વિકાસના કામોમાં અડચણો ઊભી કરતા હતા, તેઓ આજે કયા મોઢે વિકાસની વાતો કરી રહ્યા છે! યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે તેઓ આસ્થામાં ચોક્કસ માને છે, પરંતુ અંધશ્રદ્ધામાં તેમને જરાય વિશ્વાસ નથી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here