Monday, August 10, 2026
HomeIndiaભારતમાં 71 ટકા લોકો પોતાના સૌથી પ્રિય ક્ષણો લિવિંગ રૂમમાં વિતાવે છે

ભારતમાં 71 ટકા લોકો પોતાના સૌથી પ્રિય ક્ષણો લિવિંગ રૂમમાં વિતાવે છે

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટિરિયો બાય ગોદરેજે આજે ‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) નામનો અભ્યાસ રજૂ કર્યો છે, જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ઘર અને કામના સ્થળે રોજિંદા અનુભવ કેવી રીતે ભાવનાત્મક સુખાકારી, જોડાણ અને આરામને પ્રભાવિત કરે છે તે અંગે ઊંડાણપૂર્વક સમજ આપે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે ઊંઘ, રસોઈ અને શાંતિપૂર્ણ વ્યક્તિગત સમય જેવી રોજિંદી પ્રવૃત્તિઓ આજે ભારતીયો પોતાના રહેણાંક સ્થળો સાથે કેવી રીતે જોડાય છે તેમાં કેન્દ્રસ્થાને છે.‘મોમેન્ટ્સ ધેટ મેટર’(એમટીએમ) અભ્યાસ દર્શાવે છે કે અમદાવાદના રહેવાસીઓ સંબંધોને સંભાળવા અને મજબૂત બનાવવા માટે પોતાના ઘરની જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરે છે.

53 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે બેડરૂમ મુખ્ય “કૂલિંગઓફ” ઝોન તરીકે કામ કરે છે, જે પ્રાઇવેટ સ્પેસ પૂરી પાડે છે, ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે અને સંબંધોને ટકાવી રાખવામાં સહાયરૂપ બને છે. ઉપરાંત,95 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે ડિનરનો સમય પરિવાર સાથે જોડાણ માટેની સૌથી આનંદદાયક ક્ષણ છે, જે દર્શાવે છે કે ઘર વિરામની ક્ષણો અને સાથે 
મળીને સમય પસાર કરવાની બંને જરૂરિયાતોને સમર્થન આપે છે. વધુમાં,87 ટકાથી વધુ ઉત્તરદાતાઓ સાંજના સમયે પોતાના પ્રિયજનો સાથે દિવસના અનુભવો શેર કરવાનું મહત્વપૂર્ણ માને છે, જે બતાવે છે કે રોજિંદા જીવનમાં ઘર વિચારમંથન અને જોડાણ બંનેને પ્રોત્સાહન આપે છે.

અભ્યાસના તારણો અંગે પ્રતિભાવ આપતાં ઇન્ટિરિયો બાય ગોદરેજના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ કન્ઝ્યુમર બિઝનેસ (બીટુસી) ડો. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “મોમેન્ટ્સ ધેટ મેટર અભ્યાસ માત્ર સંશોધનથી વધારે છે. તે ભારતીય ગ્રાહકો ઘર અને કામના સ્થળે ડિઝાઇનના ભવિષ્યને કેવી રીતે જોવે છે તે અંગે એક મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ આપે છે. ઝડપથી બદલાતા વિશ્વમાં ઘર અને કામના સ્થળો હવે માત્ર ભૌતિક જગ્યાઓ નથી, પરંતુ સુખાકારી, જોડાણ અને વ્યક્તિગત અભિવ્યક્તિના આશ્રયસ્થાન બની ગયા છે. આ અભ્યાસ ઇન્ટિરિયો દ્વારા ભારતીયો અને તેમના રહેણાંક સ્થળો વચ્ચે વિકસતા સંબંધને સમજવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી મજબૂત બનાવે છે. અમારું વિઝન એ છે કે ભારતીયો તેમના રોજિંદા વાતાવરણનો અનુભવ કેવી રીતે કરે છે તેમાં પરિવર્તન લાવવું અને એવા ફર્નિચરનું નિર્માણ કરવું જે આધુનિક ભારતીય ગ્રાહકો માટે ખરેખર મહત્વપૂર્ણ ક્ષણોને વધુ સમૃદ્ધ બનાવે.”

અભ્યાસના તારણો દર્શાવે છે કે ભારતીય ઘરોને હવે આધુનિક જીવનના દબાણ વચ્ચે સંતુલન અને જોડાણ પાછું અપાવતાં ભાવનાત્મક આધાર તરીકે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. બેડરૂમ ઘરના ભાવનાત્મક કેન્દ્ર તરીકે સામે આવ્યો છે, જેમાં 90 ટકા ઉત્તરદાતાઓએ તેને આરામ, તાજગી અને વિશ્રામ સાથે જોડ્યો હતો. 54 ટકા ઉત્તરદાતાઓએ પોતાના ઘરની સૌથી પ્રિય ક્ષણોને પોતાના બેડમાં સુવા જવાની સાથે જોડી હતી, જે ઊંઘ, ઓળખાણ અને ભાવનાત્મક સુરક્ષા વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે.

રસોડું હવે માત્ર ઉપયોગી જગ્યા ન રહી, પરંતુ ભાવનાત્મક જગ્યા તરીકે વિકસ્યું છે. 97 ટકા ઉત્તરદાતાઓએ એકલા અથવા પરિવાર સાથે રસોઈના કામને ધ્યાન કેન્દ્રિત રાખવાની ભાવના અને સંબંધ મજબૂત બનાવતી પ્રવૃત્તિ તરીકે ગણાવ્યું હતું. લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ હજુ પણ ઘરના સામાજિક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે, જ્યાં ભોજનનો સમય દિવસની સૌથી આનંદદાયક રીત છે અને વાતચીત તથા હાસ્ય દ્વારા પરિવારોને એકસાથે લાવે છે.

અભ્યાસમાં આગળ જાણવા મળ્યું હતું કે બાલ્કની શહેરોમાં શાંતિના આશ્રયસ્થાન તરીકે ઉભરી આવી છે. ચાર પૈકી ત્રણ ઉત્તરદાતાઓએ તેને શહેરી જીવનના ગડબડ વચ્ચે શાંતિ અને નવી દ્રષ્ટિ આપતી જગ્યા તરીકે વર્ણવી હતી. 53 ટકા લોકોએ જણાવ્યું હતું કે બાલ્કનીમાં વહેલી સવારની ક્ષણો તેમને દિવસની શરૂઆત સ્થિર અને સંતુલિત રીતે કરવામાં મદદ કરે છે.

કામના સ્થળ અંગેનો અભ્યાસ દર્શાવે છે કે અનૌપચારિક જોડાણો જેમ કે હળવી વાતચીત, કેફે બ્રેક અને સાથે મળીને કરવામાં આવતું લંચ સહકાર અને જોડાણ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી રીતે ડિઝાઇન કરેલી જગ્યાઓ અને પ્રથમ દિવસે સ્વાગતપૂર્ણ વ્યવસ્થા પણ કર્મચારીઓમાં આરામ, પ્રેરણા અને વિશ્વાસ ઊભો કરવા માટે જરૂરી ગણાઈ હતી.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here