Thursday, October 15, 2026
Homenational‘નવરાત્રિના ગરબામાં મુસ્લિમ યુવક તેમના રિસ્ક પર જાય, નહીંતર...’, અખિલ ભારતીય સંત...

‘નવરાત્રિના ગરબામાં મુસ્લિમ યુવક તેમના રિસ્ક પર જાય, નહીંતર…’, અખિલ ભારતીય સંત સમિતિની ચેતવણી

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

વારાણસીઃ આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિની શરૂઆત થવાની છે. નવરાત્રિના તહેવાર પહેલાં ગરબા ડાન્સમાં બિનહિંદુ લોકોના પ્રવેશને લઈને અખિલ ભારતીય સંત સમિતિએ ચેતાવણી જાહેર કરી છે. મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ કર્યા વગર અખિલ ભારતીય સંત સમિતિએ ચેતાવણી આપતા કહ્યુ હતુ કે, ગરબા આયોજકોમાં મુસ્લિમ યુવક તેમનું રિસ્ક લઈને જ પ્રવેશ કરે, જો કોઈ દુર્ઘટના ઘટે તો હિંદુ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શરૂ થનારા નવરાત્રિ તહેવાર દરમિયાન પારંપારિક ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્ર નંદે આ નિવેદન જાહેર કર્યુ છે. સ્વામી જિતેન્દ્ર નંદે એક વીડિયો જાહેર કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ભારતમાં કેટલાક રાજ્યોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એ સામે આવ્યું છે કે, ગેરહિંદુ લોકો તેમની ઓળખ છુપાવીને લવજિહાદ કરવાના ઇરાદાથી ગરબા રમવા જાય છે. આ પરિસ્થિતિ આપણાં સૌની જવાબદારી છે કે આવા લોકોને રોકવા જોઈએ. તેટલું જ નહીં, દેશના તમામ ગરબા સંચાલક સમિતિઓને અખિલ ભારતીય સંત સમિતિનો આગ્રહ છે કે, ગરબાનું આયોજન કરનારા લોકોએ આઇડી તપાસીને જ પ્રવેશ આપવાની મંજૂરી આપવી જોઈએ. જેથી હિંદુ વહુ-દીકરીઓે સાથે ગરબા રમનારા લોકો કોણ છે તે જાણી શકાય. આ સાથે જ સ્વામી જિતેન્દ્ર નંદે ચેતવણી જાહેર કરી છે કે, બિનહિંદુ ધર્મના લોકોએ તેમના રિસ્ક પર ગરબામાં ઘૂસવું, જો કોઈ દુર્ઘટના થાય તો હિંદુ સમાજ તેનો જવાબદાર ગણાશે નહીં.તો બીજી તરફ, મધ્યપ્રદેશમાં ગરબામાં ગેરહિંદુ વ્યક્તિને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક હિંદુ ધાર્મિક નેતાએ ઘોષણા કરી છે કે, ‘લવજેહાદ’ના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે સંગઠના કાર્યકર્તા નવરાત્રિ દરમિયાન પ્રદેશના ગરબા કાર્યક્રમોમાં આધારકાર્ડ બતાવીને જ પ્રવેશ આપવામાં આવશે. તેથી કોઈ બિનહિંદુ વ્યક્તિ પ્રવેશ ના કરે.અખંડ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આહ્વાન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતીએ કહ્યુ કે, લવજેહાદને રોકવા માટે ગરબા આયોજનોમાં તિલક લગાવીને અને આધાર કાર્ડ તપાસીને જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ માટે અમે રાજ્યના તમામ ગરબા કાર્યક્રમોમાં અખંડ હિંદુ સેનાના 10-10 કાર્યકર્તા અને હિંદુવાહિનીની બહેનોની નિમણૂક કરશે. આ પહેલાં રાજ્યની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યુ હતુ કે, લવજેહાદ રોકવા માટે આગામી નવરાત્રિ દરમિયાન ઓળખપત્રની તપાસ કર્યા બાદ જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here