Monday, September 14, 2026
HomeGujaratPM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત

PM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પીએમ નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર એમ બે દિવસ ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં 30 સપ્ટેમ્બરે રાજકોટ, આણંદ અને કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, જ્યારે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે પોરબંદર ખાતે ઉજવણીના કાર્યક્રમનો શુભારંભ કરાવશે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પીએમ મોદી ત્રણ દિવસમાં બેવાર ગુજરાતના પ્રવાસે આવશે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

પીએમના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમો

30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે આણંદ નજીક મોગર ખાતે અમૂલ દ્વારા બનાવવામાં આવેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે. જ્યારે આ જ દિવસે તેઓ રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો.

23 ઓગસ્ટે પણ આવ્યા હતા ગુજરાતની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીંથી મોદીએ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જે અંતર્ગત મોદે 1.15 લાખ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો. વલસાડ બાદ જૂનાગઢ ખાતે યોજાયેલા કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ મોદીએ હાજરી આપી હતી. જુનાગઢ બાદ તેમણે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કોન્વોકેશનમાં હાજરી આપી હતી. બાદમાં તેમણે ભાજપના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here