Saturday, September 5, 2026
HomeAhmedabadપોસ્ટલ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર...

પોસ્ટલ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

‘ડાક સેવા, જન સેવા’ હેઠળ પોસ્ટલ સેવાઓને અંતિમ છોર સુધી પહોંચાડવા પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપ્યા માર્ગદર્શક નિર્દેશો

ભારતીય પોસ્ટ વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીએ ગ્રામિણ અને દૂરના વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરી છે, જેના પરિણામે તે જનતા વચ્ચે એક અગત્યની અને પ્રભાવશાળી સંસ્થા તરીકે સ્થાપિત થયું છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘નાણાકીય સમાવેશ’ની સંકલ્પનાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ પ્રતિબદ્ધ છે, જેથી દરેક નાગરિકને સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે. ઉપરોક્ત ઉદગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 19 મે, 2026ના રોજ અમદાવાદમાં આયોજિત મંડળ અધ્યક્ષઓ અને ઉપમંડળ અધ્યક્ષોની કાર્યસમીક્ષા બેઠક તથા નાણાકીય વર્ષ 2025-26 માટેના ઉત્કૃષ્ટતા સન્માન વિતરણ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યા. આ પ્રસંગે ઉત્તર ગુજરાત હેઠળના 08 જિલ્લાઓની પોસ્ટ ઓફિસમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 100થી વધુ પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. પોસ્ટમાસ્ટર જનરલે પોસ્ટલ સેવાઓ અને તેની આધુનિક વિશેષતાઓને આવરી લેતી ગુજરાતી ભાષાની એક પુસ્તિકાનું પણ આ અવસરે વિમોચન કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાને સર્વોચ્ચ કુલ આવક સિદ્ધિ અને વૃદ્ધિ ટકાવારી, પોસ્ટ ઓફિસ બચત બેંકમાં સર્વાધિક નેટ એડિશન, ગ્રામિણ પોસ્ટલ જીવન વીમામાં સર્વોચ્ચ વૃદ્ધિ ટકાવારી, પાર્સલ ક્ષેત્રમાં સર્વાધિક આવક અને વૃદ્ધિ, મહત્તમ આધાર ટ્રાન્ઝેક્શન તેમજ સ્પીડ પોસ્ટ/પાર્સલમાં D+0 ડિલિવરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા. અમદાવાદ મંડળના પ્રવર રેલવે અધિક્ષક શ્રી પિયુષ રજકને નાગરિક કેન્દ્રિત સેવાઓ શ્રેણીમાં સર્વાધિક વૃદ્ધિ નોંધાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમારને મેઈલ ઓપરેશન શ્રેણીમાં સર્વાધિક વૃદ્ધિ તથા પોસ્ટ ઓફિસ બચત બેંક નેટ એડિશન શ્રેણીમાં તૃતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. સુશ્રી મંજુલાબેન પટેલને સાબરકાંઠા મંડળમાં પોસ્ટ ઓફિસ બચત બેંક નેટ એડિશન શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી અલ્પેશ શાહને અમદાવાદ જીપીઓમાં સર્વોચ્ચ કુલ આવક સિદ્ધિ તથા પાર્સલ શ્રેણીમાં સર્વાધિક આવક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી હર્ષદ પરમારને પાટણ મંડળમાં પોસ્ટ ઓફિસ બચત બેંક શ્રેણી અને પોસ્ટલ જીવન વીમામાં સર્વાધિક વૃદ્ધિ નોંધાવવા તેમજ ગ્રામિણ પોસ્ટલ જીવન વીમામાં સર્વાધિક આવક સિદ્ધિ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી રાજેન્દ્રપુરી ગોસ્વામીને બનાસકાંઠા મંડળમાં પોસ્ટલ જીવન વીમા અને મેઈલ ઓપરેશન શ્રેણીમાં સર્વોચ્ચ આવક સિદ્ધિ નોંધાવવા તથા ઇન્ટરનેશનલ મેઈલ્સમાં સર્વાધિક આવક અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી સિરાજ મન્સુરીને મહેસાણા મંડળમાં પોસ્ટલ બચત બેંક શ્રેણીમાં સર્વોચ્ચ આવક સિદ્ધિ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી પી. જે. સોલંકીને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ તથા શ્રી ડી. એમ. રાઠોડને ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વાધિક વ્યવસાય પ્રાપ્ત કરી ટોપ પરફોર્મર તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

સમીક્ષા બેઠક દરમિયાન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ વિવિધ મંડળોના અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કાર્યોની રજૂઆત કરવામાં આવી, જેના પર વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યોની સમયબદ્ધ સિદ્ધિ તથા વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલા લક્ષ્યો હાંસલ કરવા ઉત્સાહ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવા પ્રેરિત કર્યા.
 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here