Friday, August 7, 2026
HomeAhmedabadરેણું નાં દિકરાને જન્મ દિવસે શું કરવું હતું?વિપુલ એ શું કામ ગલ્લો...

રેણું નાં દિકરાને જન્મ દિવસે શું કરવું હતું?વિપુલ એ શું કામ ગલ્લો તોડ્યો?

Date:

Related stories

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

એક બાજુથી ગરમી દિવસે દિવસે વધતી જાય છે, અને ધનવાનો ગરમીનો કોપ ઓછો કરવાં જાત ભાતનાં ઉપાય અજમાવે છે! મિડલ ક્લાસ પણ હવે તો પોતાની સુખ સુવિધાઓ વધારતો જ જાય છે, તકલીફ એક ઓછી આવક વાળાને જ છે. કુદરત પણ એટલે જ આપણને આ ઋતુમાં કેરીની ભેટ આપી છે! ગુજરાતીઓ માટે બજારમાં કેટલીય કેરીની જાતો ઉપલબ્ધ છે, અને હવે લગભગ બધાં જ પ્રાંતમાં આંબાનો ઉછેર થાય છે, પરંતુ કેરીની આવક ગમે તેટલી હોય! આ વખતે કેરી હજી મોંઘી જ છે, અને સમાજમાં આર્થિક રીતે અસમાનતા હોય દરેક પરિવાર માટે કેરી કે કેરીનો રસ ગરમી ઓછી કરવાનાં ઉપાય તરીકે કામ આવશે નહીં! સરકારી હોય કે બિન સરકારી બધાં જ વિદ્યાર્થીઓને પણ વેકેશન પડી ગયું છે, અને સાંજ પડે આવાં વિદ્યાર્થીઓ ભેગાં મળીને પોતે આજે શું કર્યું? એની વાતચીત કરતાં હોય છે! લગભગ બધાની વાતોમાં ખુદનાં મનોરંજનની જ વાત હોય! એટલે કે કેરમ રમ્યા, શ્રીખંડ મઠ્ઠો ખાધો, તો કોઈ મ્યુઝિક સાંભળ્યું, પત્તા રમ્યા, વિડિયો ગેમ રમ્યા, કે પછી પિક્ચર જોયું! પણ આજે વિપુલ નામનાં નાનકડાં વિદ્યાર્થી એ પોતાની ઉંમર કરતાં, પણ વધુ સમજદારી દાખવી એનો એક કિસ્સો.

સવિનય સોસાયટીમાં લગભગ એક ટાવરમાં 16‌ એપાર્ટમેન્ટ હતાં અને આવાં બે ટાવર હતાં કોઈમાં બે બેડરૂમ, તો કોઈમાં ત્રણ બેડરૂમ વાળા, અને આ એપાર્ટમેન્ટમા રેણુ અને ગૌરી એમ બે સ્ત્રીઓ કામ કરવાં આવતી હતી! કોઈ કોઈ ઘરમાં એ રોટલી, રસોઈ પણ કરી દેતી‌ હતી. ગૌરી નાં સાસુ ની તબિયત ખરાબ થતા એને ગામ જવાનું હતું! અને ગુણવંતી બેનને ઘેર અમેરિકાથી એમનાં એકના એક નણંદ દમયંતી બેન આવવાનાં હતાં! એટલે રજા તો નહીં જ મળે, એમ ચોખ્ખું કહી દીધું હતું. જોકે ગુણવંતી બેન અતિ પ્રેમાળ હતા અને એનાં લીધે જ એનું ઘર ચાલતું હતું! બાકી એનો પતિ તો કમાતો એટલું જ પી જતો હતો! ઉપરથી મારકૂટ કરે એ જુદું! ગૌરી ઘણીવાર વિચારતી હતી કે આ તો હજી વસ્તાર વધ્યો નથી નહીં તો શું થાય ! બપોરે એ અને રેણું બંને પાર્કિંગમાં બેસીને જે કંઈ મળ્યું હોય એ વહેંચીને ખાય, અને સુખ દુઃખની વાતો કરે! ગૌરીનાં પ્રમાણમાં રેણુંની ગૃહસ્થી સારી ચાલતી હતી! પણ એને રમેશ નામે એક છ વર્ષ નો દિકરો હતો, અને પતિ લારી ખેંચતો હતો! એટલે કમાણી ઓછી હતી, પરંતુ પતિ નિર્વ્યસની અને પ્રેમાળ હતો. ગૌરી એ કહ્યું કે ગામ જવું છે! પણ ગુણવંતી માસીને ત્યાં મહેમાન આવવાનાં છે! રેણું એ કહ્યું તું ચિંતા કરતી નહીં! કોલેજમાં વેકેશન છે એટલે મહિમા દીદી એક મહિના માટે ઘરે જવાનાં છે, મને સમય છે, જે બે પૈસા મળે એ! આમપણ વેકેશન ખુલશે અને રમેશનાં દફ્તર નોટ વગેરેનાં રુપિયા પણ જોઈશે જ! આવતાં અઠવાડિયે રમેશનો જન્મ દિવસ પણ છે! એટલે એને જે ખાવું હોય તે લાવી આપીશ! આમ નક્કી કરી લીધું!

રેણું ગુણવંતી બેનને ત્યાં પહેલી વખત જ કામે આવી હતી! પણ ગૌરી જે વર્ણન કરતી હતી એની કરતાં વધુ જાહોજલાલી દેખાઈ રહી હતી! સેન્ટ્રલી એસી હોવાથી ગરમીની તો ખબર જ‌ નહોતી પડતી! જે કંઈ ખાવાનું આપે એ તે રમેશ‌ માટે ઘરે લઈ જતી હતી! અને રમેશનું બાળ સહજ માનસ વિચારતું હતું કે, મા જેને ઘરે કામ કરવાં જાય છે! એનાં છોકરાંવને કેવું સારું! જન્મ દિવસનાં આગલે દિવસે રમેશે જન્મ દિવસે “કેરીનો રસ” પીવો છે, એમ કહ્યું. રેણું એ ગુણવંતી બેનને એડવાન્સ થોડાં રુપિયા આપવાં કહ્યું, અને કહ્યું પણ ખરું કે એનાં દિકરાનો જન્મ દિવસ છે! પહેલાં તો ના જ પાડી દીધી! કે છૂટક કામમાં એડવાન્સ મળે નહીં! પણ પછી પાંચસો રુપિયા આપ્યાં! રેણુંને થયું કંઈ નહીં, કમ સે કમ રમેશની કેરીનાં રસની ઈચ્છા તો પૂરી થઈ જશે! પરંતુ કુદરતને હજી પણ કંઈક પરીક્ષા લેવી‌ હોય એમ રેણુંનાં પતિ રવજીભાઈને લારી ખેંચવામાં બોક્સ હાથ પર આવ્યું, અને આંગળીએ ખૂબ વાગ્યું! જો સમયસર ટાંકા લેવાય નહીં તો આંગળી કાપવી પડે ! રેણું એ ડ્રેસિંગ માટેનાં રુપિયા ડોક્ટરને આપ્યાં અને બાકીનાં પછી આપશે એમ કહ્યું! પરંતુ આવતીકાલે રમેશનાં જન્મદિવસે કેરીનાં રસ માટે કેરી ક્યાંથી લાવશે!

બીજે દિવસે ગુણવંતી બેનનાં નાનકડા દસ વર્ષનાં દિકરા વિપુલ એ પુછ્યું કે આન્ટી રમેશ માટે કેરીનો રસ બનાવ્યો! રેણું એ કહ્યું ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે! અને આંખમાંથી ટપટપ આંસુ સરવા લાગ્યા! પણ વિપુલ એમ સાદ પડ્યો અને એ જતો રહ્યો! રેણું પણ ‘મને કમને’ કામ પરવારી પોતાને ઘરે આવી! શેરીનાં નાકે એક નવો કિરાયેદાર આવ્યો છે, અને એને ફ્રુટની લારી છે, એવી ખબર પડતાં એ એની પાસે આવી, અને ઉધારી માં એક કિલો કેરી આપવાં કહ્યું! એણે કહ્યું એક નહીં પૂરી વીસ કિલો કેરી આપું, પણ મારી એક શરત છે..!મા ની મજબૂરીની કિંમત રૂપે સ્ત્રીની આબરૂ માંગી! રેણું ઉદાસ થઈ ઘરે આવી! પણ ત્યાં તો ઘરનું વાતાવરણ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ! એની ઓરડી ફુગ્ગા અને હેપ્પી બર્થડે લખેલાં શબ્દોથી શણગારી હતી અને શેરીના છોકરાંવનો હેપ્પી બર્થડે રમેશ! એવો અવાજ સંભળાતો હતો.‌ રેણું ઘરમાં અંદર આવી ત્યાં એણે જોયું તો સામે જ ટેબલ ઉપર એક કેરીનું મોટું બોક્સ પડ્યું હતું, અને આ ઉપરાંત કેક, કેડબરી, અને રમકડાં પણ‌ ત્યાં પડ્યાં હતાં! રમેશની નજર “મા” પર પડતાં જ એ દોડી આવ્યો, અને ભેટીને કહ્યું “મા” તે મારો જન્મ દિવસ આટલી સરસ રીતે ઉજવવાનું નક્કી કર્યું, અને મને કહ્યું પણ નહીં! કેટલી સરસ સરપ્રાઈઝ આપી! આ તો વિપુલે મને કહ્યું, કે‌ તારી મમ્મી બે મહિનાથી પગાર ભેગો‌ કરતી હતી અને કહેતી હતી કે, ગમે તેટલો ખર્ચ થાય, મારે પણ રમેશનો જન્મ દિવસ તમારાં બધાની જેમ જ ઉજવવો છે! રેણું રમેશની પાછળ ઉભેલા મલકાતાં વિપુલને જોઈ રહી! રમેશ એ જમવામાં કેસર કેરીનો રસ પણ પીધો, અને ખૂબ મજા કરી. વિપુલ એ કેટલી સમજદારીથી એનાં દિકરાનું સપનું પૂરું કર્યું! સાચું કારણ તો એને બીજે દિવસે કામ પર ગઈ, ત્યારે ગુણવંતી બેને‌ કહ્યું કે‌ વિપુલ એ રમેશનો જન્મ દિવસ ઉજવવાં માટે પોતાનો ગલ્લો તોડ્યો, અને લગભગ બધાં રૂપિયા વાપરી નાંખ્યા.

સંવેદનાથી ભરેલ આ વાર્તામાં એક દસ વર્ષનો વિપુલ કેટલી સહજતાથી પોતાનાં રુપિયા અન્ય માટે વાપરે છે! શું આપણે એવું કરી શકીશું? આખી સીઝન‌ કેરી ખાઈને પછી ભીમ અગિયારસે એકવાર કેરીનું દાન કરીએ! પણ એટલું પર્યાપ્ત નથી, અને આ વખતે તો આમપણ અધિક છે, એટલે ત્યારે ક્દાચ કેરી આવતી પણ નહીં હોય! પણ આપણો દિલનો ગલ્લો વિપુલ જેમ સંવેદનાથી ભર્યો હશે, તો આવાં કેટલાંય રમેશ કેરીનો રસ પી શકશે!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here