Monday, September 14, 2026
HomeNew Delhiપહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI

પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે.

કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રૅકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.ગયા નાણાકીય વર્ષમાં પણ આરબીઆઈએ સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રૅકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું હતું. પરંતુ આ વર્ષે તેમાં ધરખમ વધારો થવાની આશા છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં RBI દ્વારા સરકારને અપાતા ડિવિડન્ડમાં ત્રણ ગણો વધારો થયો છે. જે કેન્દ્ર સરકાર માટે નોન-ટેક્સ રેવન્યુનો એક મોટો સ્ત્રોત બની ગયો છે.તમને પ્રશ્ન થશે કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે તો RBI આટલી કમાણી ક્યાંથી કરી રહ્યું છે? નાણાકીય વર્ષ 2026 દરમિયાન અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયામાં આશરે 10 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે RBI પાસે રહેલી વિદેશી ચલણની સંપત્તિનું મૂલ્ય વધી ગયું છે. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે RBI એ ચલણ બજારમાં સક્રિયપણે હસ્તક્ષેપ કરીને મોટા પાયે ડૉલરનું વેચાણ કર્યું હતું, જેનાથી બૅંકને મોટો નફો થયો છે. પડકારો છતાં નાણાકીય વર્ષ 2026માં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 3 ટકા વધીને લગભગ 688 અબજ ડૉલર પર પહોંચી ગયું છે. આ સિવાય વિદેશી રોકાણોમાંથી મળેલી ઊંચી ઉપજ અને કરન્સી પ્રિન્ટિંગ પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકે પણ RBIના નફામાં મોટો ભાગ ભજવ્યો છે.આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બૅંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
 
પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here