Monday, September 14, 2026
HomeNew Delhiરાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી

રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે.આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. સંજય સિંહે આક્ષેપ કર્યો હતો કે, જે સાંસદો ‘આપ’ની ટિકિટ પર ચૂંટાયા હતા, તેમનું ભાજપમાં જોડાવું એ પંજાબની જનતા અને બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમણે આને પક્ષાંતર ગણાવીને કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલયે સાંસદોના પક્ષ પરિવર્તનને માન્ય રાખ્યું છે.

 ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘જે પાર્ટીને મેં 15 વર્ષ લોહી-પરસેવો પાડીને સીંચી હતી, તે હવે પોતાના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. મને અહેસાસ થયો કે હું એક ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો. હવે આ પાર્ટી રાષ્ટ્રીય હિતમાં નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે, તેથી મેં લોકોની વચ્ચે જવાનો નિર્ણય લીધો છે.’ગયા અઠવાડિયે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું હતું કે, ‘રાજ્યસભામાં ‘આપ’ના કુલ સાંસદોમાંથી બે-તૃતીયાંશ(2/3) સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી બંધારણીય જોગવાઈ મુજબ તેમની સદસ્યતા રદ થશે નહીં અને આ વિલય માન્ય ગણાશે.’ રાઘવ ચઢ્ઢાની સાથે હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ કેન્દ્રમાં સત્તાધારી પક્ષનો હાથ પકડ્યો છે. આ નેતાઓનું માનવું છે કે હવે આમ આદમી પાર્ટીમાં પ્રમાણિક કાર્યકરો માટે કોઈ જગ્યા બચી નથી.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here