લેખક :દીપક જગતાપ
3 ઓગસ્ટ :હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે
(હૃદય પ્રત્યારોપણ દિવસ)
ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કરવામાં આવી
નોર્મન શમવેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના પિતા માનવામાં આવે છે.
વિશ્વના પ્રથમ પુખ્ત વયના માનવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કેપટાઉનની ગ્રૂટ શ્યુર હોસ્પિટલમાં ક્રિસ્ટિયન બર્નાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.
~~
દર વર્ષે ૩ ઓગસ્ટના રોજ ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે (હૃદય પ્રત્યારોપણ દિવસ )ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની યાદમાં અને અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે.ભારતમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નવી દિલ્હીની એઇમ્સ (AIIMS) હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ
ભારતમાં વર્ષ 1994માં ભારતમાં દેવીરામ નામના વ્યક્તિની સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં અંગદાન નું મહત્વ સમજાવવાનો છે.હૃદય રોગના અંતિમ તબક્કાના દર્દીઓ માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જીવનદાન સાબિત થાય છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું મહત્વહાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ છેલ્લું વિકલ્પ છે જ્યારે અન્ય તમામ સારવાર (દવા, પેસમેકર, ડિવાઇસ વગેરે) નિષ્ફળ જાય છે અને દર્દીને અંતિમ તબક્કાના હૃદયની નિષ્ફળતા હોય. આ પ્રક્રિયામાં દર્દીના ખરાબ હૃદયને તંદુરસ્ત દાતાના હૃદયથી બદલવામાં આવે છે.
નોર્મન શમવેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના પિતા માનવામાં આવે છે. જો કે, વિશ્વના પ્રથમ પુખ્ત વયના માનવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ડિસેમ્બર, 1967ના રોજ, દક્ષિણ આફ્રિકાના કેપટાઉનની ગ્રૂટ શ્યુર હોસ્પિટલમાં ક્રિસ્ટિયન બર્નાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. એડ્રિયન કેન્ટ્રોવિટ્ઝે 6 ડિસેમ્બર, 1967ના રોજ વિશ્વનું પ્રથમ બાળ ચિકિત્સા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. નોર્મન શમવેએ 6 જાન્યુઆરી, 1968ના રોજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હોસ્પિટલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ પુખ્ત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.
અમેરિકન સર્જન નોર્મન શમવેએ 1958માં કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કૂતરામાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ભારતમાં, પી.કે.સેને ક્રિસ્ટાન બર્નાર્ડ પછી તરત જ મનુષ્યમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રથમ અને ત્યારબાદના દર્દી મૃત્યુ પામ્યા. ભારતમાં સૌ પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડો.પી.વેણુગોપાલે 1994માં એઈમ્સ, નવી દિલ્હી ખાતે કર્યું હતું. આ પછી તરત જ કે.એમ.ચેરીન દ્વારા અનુસરવામાં આવ્યું, જેમણે ભારતમાં પ્રથમ બાળ ચિકિત્સા હાર્ટ અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં.
2003માં દેશમાં કરવામાં આવેલા પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની ઉજવણી કરવા માટે તે સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 03 ઓગસ્ટને રાષ્ટ્રીય હ્રદય પ્રત્યારોપણ દિવસ તરીકે ઉજવવા અંગેની ઘોષણા કરી હતી. તેમણે એ પણ ઘોષણા કરી કે અહીં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં ઓર્ગન રીટ્રીવલ બેંકિંગ સંસ્થા રાષ્ટ્રીય સુવિધા હશે. તે સમયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ગૌરવની વાત છે કે યુએસ અને યુકે પછી ભારત આ પ્રકારનું ઓપરેશન કરનારો વિશ્વનો ત્રીજો દેશ છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા હૃદયની જરૂર પડે છે, એટલે અંગદાન જીવનદાન સમાન છે. એક દાતા અનેક લોકોને નવું જીવન આપી શકે છે. તેથી આ દિવસનો મુખ્ય સંદેશ છે.અંગદાન કરો, જીવન બચાવો
આ દિવસનો સામાજિક સંદેશ
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે માત્ર તબીબી સિદ્ધિનો દિવસ નથી, પણ સમાજમાં સ્વચ્છ સમજ, જાગૃતિ અને માનવતાનો સંદેશ આપતો દિવસ છે. આ દિવસે લોકોમાં અંગદાન પ્રત્યેની ભયભાવના અને ખોટી માન્યતાઓ દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવે છે
વિશ્વમાં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 1967માં થયા પછી આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આજે અનેક દેશોમાં આધુનિક ટેકનોલોજી, નિષ્ણાત સર્જનો અને વધુ સારા સર્જિકલ પરિણામોના કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જીવનરક્ષક સારવાર બની ગઈ છે.
આધુનિક તબીબી વિજ્ઞાન અને ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓને કારણે ટ્રાન્સપ્લાન્ટ પછીની આયુષ્ય અને જીવનની ગુણવત્તા ઘણી સુધરી છે.
