સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો

0
24
ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યાં પણ વેપારીઓ નારાજ જોવા મળ્યા. ભર બપોરે તડકામાં તપતા વેપારીઓને આશા છે કે સાંજ પડે કોઈક તો ગ્રાહક આવશે પરંતુ કોઈ ગ્રાહક આવતું નથી.
ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યાં પણ વેપારીઓ નારાજ જોવા મળ્યા. ભર બપોરે તડકામાં તપતા વેપારીઓને આશા છે કે સાંજ પડે કોઈક તો ગ્રાહક આવશે પરંતુ કોઈ ગ્રાહક આવતું નથી.

અમદાવાદ : હોળી-ધૂળેટી પર્વ પૂર્વે જ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાને લઇ સરકારે ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો સમય આવ્યો છે. હોળી-ધૂળેટી પર્વના વેપારને ધ્યાને લઇ જથ્થાબંધ વેપારીઓએ માલનો સ્ટોક ઉતર્યો હતો. પરંતુ ચૂંટણીની જીતમાં રંગે રંગાયેલા નેતાઓને આમ જનતાની રંગોત્સવની મજા બગાડી છે. ધૂળેટી રમવા પ્રતિબંધ ફરમાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છેઅમદાવાદના અંદાજે 100થી 150 વેપારીઓએ 7500 ટન કલર, 15 કરોડના પીચકારી-ફુગ્ગા, રમકડાનો માલ મંગાવ્યો હતો જે પડતર બની જતા આર્થિક રીતે મોટો ફટકો પડયો છે. સાથે આખુ વર્ષ માલ સાચવવો પડશે અને તેમા ઘણો બગડી જશે તેની સાચવણી માટે વધારાનો નાણાકીય ડામ લાગવાનો વેપારીઓને ડર છે. આ અંગે અખબારનગર વિસ્તારમાં પિચકારીનો વેપાર કરતાં દિલીપ પટણીના કહેવા પ્રમાણે દર વર્ષ કરતાં આ વર્ષે ઘરાકી જ નથી. દર વર્ષે માલનું વેચાણ વધારે થતું હતું પરંતુ આ વર્ષે માલનું વેચાણ ઓછું છે જેની પાછળ જવાબદાર સરકારની ગાઈડલાઈન અને લોકોનો ડર છે.ગુજરાતીની ટીમ જ્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યાં પણ વેપારીઓ નારાજ જોવા મળ્યા. ભર બપોરે તડકામાં તપતા વેપારીઓને આશા છે કે સાંજ પડે કોઈક તો ગ્રાહક આવશે પરંતુ કોઈ ગ્રાહક આવતું નથી. જેને કારણે પડતર કિંમતે માલ વેચવા તેઓ તૈયાર બન્યા છે. મહત્વની વાત એ છે કે દિલ્હીથી આવતો પિચકારીનો માલ અમદાવાદમાં આવે છે અને ત્યારબાદ તે ગુજરાતનાં છેવાડાના ગામ સુધી પહોંચે છે પરંતુ કોરોના વાયરસના સમયમાં કોઈ ગામડાંના વેપારીએ પણ માલની ખરીદી નથી કરી. આ અંગે દિલ્હી દરવાજાના વેપારી અલ્તાફભાઈનું કહેવું છે કે કોરોનાને કારણે અમે 40 ટકા માલ મંગાવી રાખ્યો હતો. માર્ચ મહિનામાં હોળી હોય એ પહેલાં અમે ફેબ્રુઆરી મહિનામાં માલ મંગાવી લેતા હોઈએ છીએ. દિલ્હીથી ખાસ ગુજરાત માલ આવે છે અને ગુજરાતમાં ખાસ અમદાવાદના વેપારીઓ સૌથી વધારે માલ ભરે છે. અમદાવાદમાંથી જ રાજકોટ, સુરત, વડોદરા સહિત નાના નાના ગામડાંઓમાં માલ જાય છે. આ અંગે દિલ્હી દરવાજાના અન્ય વેપારી આશિષ પટણીના કહેવા પ્રમાણે અમે પડતર કિંમત પર પીચકારી વેચવા માટે તૈયાર થયા છીએ પણ માર્કેટમાં 25 પણ ટકા વેપારીઓ નથી.