આજે અને કાલે માઘી અમાસ: આ દિવસે તીર્થ સ્નાન, દાન અને મૌન રહેવાથી દસ હજાર ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે

0
12

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પોષ મહિનાની અમાસ રહેશે. આ દિવસે શુભ વાર હોવાથી તેનું ફળ અને મહત્ત્વ વધી ગયું છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સોમવારે આવતી અમાસ શુભફળ આપે છે. આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્નાન-દાન પછી આખો દિવસ વ્રત રાખીને શનિદેવ સાથે વટ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. શારીરિક તકલીફના કારણે જો આ દિવસે વ્રત રાખી શકો નહીં તો સ્નાન-દાન અને પૂજા-પાઠ પછી ભોજન કરી શકાય છે. આવું કરવાથી પણ પુણ્ય મળે છે.

માઘ મહિનાની અમાસ ખાસ હોય છે
માઘ અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. આ અમાસને લઈને આ પ્રકારની માન્યતા છે કે આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો અને મનુ શબ્દથી જ આ અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. મનુ ઋષિને બ્રહ્માનો માનસ પુત્ર માનવામાં આવે છે. ત્યાં જ, પોષ મહિનાની અમાસનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે પોતાના પૂર્વજોની પૂજા કરવી અને ગરીબોને દાન પુણ્ય કરવાથી પાપનો નાશ થાય છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને વ્રત પણ રાખે છે.

કોઈપણ મહિનાની અમાસ જો મંગળવારે આવતી હોય તો તેને ભોમ અમાસ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આવી અમાસ શુભફળ આપનારી હોય છે. આવા સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજા-પાઠનું પુણ્ય ફળ વધી જાય છે. મંગળવારના દિવસે અમાસનો સંયોગ ઓછો જ બને છે. પરંતુ હવે આ વર્ષે 28 જૂન અને 25 ઓક્ટોબરના રોજ ભોમ અમાસનો શુભ સંયોગ બનશે.

આ દિવસે ગંગા-યમુના જેવી પવિત્ર નદી અને મથુરા તથા અન્ય તીર્થોમાં સ્નાન, ગૌદાન, અન્નદાન, બ્રાહ્મણ ભોજન, વસ્ત્ર, સોનું વગેરે દાનનું ખાસ મહત્ત્વ છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સ્નાન-દાન અને બ્રાહ્મણોનો ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.