Monday, September 14, 2026
HomeReligionઆજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની...

આજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની પણ કરશે ઉપાસના

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આજે દિવાળી પૂર્વે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે, જેને મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે નરકાશૂર અસુરનો વધ કર્યો હોવાથી આજના દિવસને કેટલાક પ્રાંતોમાં નરક ચતુર્દશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ હોવાથી તંત્ર સાધના સાથે જોડાયેલા તાંત્રિકો અને સાધકો અઘોર સાધના પણ કરતા જોવા મળશે.આજે કાળી ચૌદશ આજના દિવસને કાલરાત્રી મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે યંત્ર-તંત્ર અને મંત્રની ઉપાસનાને પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જેથી આજના દિવસે તાંત્રિકો અને યંત્ર-મંત્ર અને તંત્રના ઉપાસકો દ્વારા શક્તિ સ્વરૂપા મહાકાળીની પૂજા કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે. આજે મધ્ય રાત્રી બાદ કાળી ચૈદશની તમામ પ્રકારની પૂજા શરૂ થશે. જેમાં કેટલીક જગ્યા પર નિશા પૂજાનું પણ આયોજન થયું છે. જે રાત્રિના દસ વાગ્યાથી લઈને વહેલી સવારે 4:00 વાગ્યા સુધી અવિરત પણે ચાલતી હોય છે. આ પૂજા દરમિયાન કોઈ પણ સાધક દ્વારા મહાકાળીની આરાધના અને તેની પૂજા કરીને યંત્ર તંત્ર અને મંત્રની શક્તિ પણ પ્રાપ્ત કરતા હોય છેકાળી ચૌદસને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ જોવામાં આવે છે. જેથી આજના દિવસને કેટલાક લોકો અને પ્રાંતોમાં નરક ચતુર્દશીના નામે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી લોક વાયકા અનુસાર આજના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કર્યો હતો. જેથી આજના દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાકાળી દ્વારા અસુરોનો સંહાર કરવામાં આવ્યો હતો. જેને કારણે આજનો દિવસ તાંત્રિકો અને ઉપાસકો માટે ઉપાસનાના દિવસ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે મંત્ર અને યંત્ર શક્તિના ઉપાસકો દ્વારા 10 મહાદેવીની પૂજા પણ કરવામાં આવતી હોય છે. જે રાત્રિના સમયે શરૂ થઈને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલતી હોય છે. જેમાં કોઈ પણ સાધક તેમના યંત્ર-તંત્ર કે મંત્રને દૈવીય શક્તિની હાજરીમાં સાધતા હોય છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here