Friday, September 18, 2026
HomeGujaratAhmedabadગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી. વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૨૫માં સ્થપાયેલ સ્નાતક સંઘને ૬ ડિસેમ્બરના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે. જેના ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્બર,૨૦૨૪થી અત્યાર સુધી ૧૫ સ્નાતક સંમેલન યોજવામાં આવ્યા છે. બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં પધારવા માટે ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવમાં ૮ સત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સ્નાતક સંમેલન અંતર્ગત વિવિધ વિદ્યાશાખાના સ્નાતકોને સન્માનિત કરવામાં આવનાર છે. વિવિધ સત્રોમાં સ્નાતકો અને પૂર્વ વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here