Monday, September 14, 2026
HomeNew Delhiયુટીઆઈ વેલ્યુ ફંડ- સમગ્ર માર્કેટ કેપમાં વ્યાપક પ્રમાણમાં તકો શોધતું ફંડ

યુટીઆઈ વેલ્યુ ફંડ- સમગ્ર માર્કેટ કેપમાં વ્યાપક પ્રમાણમાં તકો શોધતું ફંડ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આર્થિક જગતના નિષ્ણાતો સામાન્ય રીતે એવી સલાહ આપતા હોય છે કે રોકાણકારોએ એવા ફંડોમાં રોકાણ કરવું જોઈએ કે જે બજારોને લગતા લગભગ સંપૂર્ણ સ્પેક્ટ્રમને કવર કરતાં હોય. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તે  સારી રીતે ડાઈવર્સિફાઈડ ફંડ્સ હોય તેમાં રોકાણ કરવું જોઈએ. કેટલાક વલણો પૈકી એક વલણ એવું પણ છે કે જેમાં લાર્જકેપ ફંડો તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઈ રહ્યા છે, કારણ કે બજાર મૂડીકરણની બાબતમાં તે મહદઅંશે આશરે 80-85 ટકા જેટલું કવર કરે છે. અલબત લાર્જ કેપ ફંડ વ્યાપક પ્રમાણમાં બજારો/ઈન્ડાઈસિસનું પ્રતિનિધિત્વ કરે છે, પણ રોકાણકારોએ એ વાતને પણ સમજવી જોઈએ કે આ પ્રકારના ફંડો હંમેશા સમગ્ર સ્પેક્ટ્રમમાં રહેલી તકોને પ્રતિબિંબિત કે ગ્રહણ કરતાં નથી. સમગ્ર સ્પેક્ટ્રમ વિવિધ બજાર મૂડીકરણો એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રહેલી તકો, વિવિધ રોકાણલક્ષી અભિગમ (વૃદ્ધિ વિરુદ્ધ મૂલ્ય) અથવા ત્યા સુધી કે સમગ્ર બજારોના કેટલાક સેગમેન્ટ્સમાં ચક્રિય અભિગમનો પણ સમાવેશ થઈ શકે છે. આ વિસંગતતા અથવા તો વૈવિધ્યસભર બજાર ગતિશીલતા ફંડ મેનેજરોને બજાર મૂડીકરણ એટલે કે માર્કેટ કેપિટલાઈઝેશન સ્પેક્ટ્રમ તથા રોકાણને લગતી સ્ટાઈલ એટલે કે પદ્ધતિઓ માટે અસાધારણ તકો માટે વ્યાપક ક્ષેત્ર પ્રદાન કરે છે અને તે સાથે એ બાબત સુનિશ્ચિત કરે છે કે સંબંધિત પોર્ટફોલિયો જોખમ એટલે કે પોર્ટફોલિયો રિસ્ક ઓછું હોય.

યુટીઆઈ વેલ્યૂ ફંડ એક એવું ફંડ છે કે જે કોઈ આપવામાં આવેલ શેર એટલે કે સ્ટોકના સાપેક્ષ આંતરિક મૂલ્યના સંદર્ભમાં યોગ્ય તકોને શોધે છે. તેનો અર્થ એવો થાય છે કે રોકાણના “મૂલ્ય”ની શૈલીનું પાલન કરવા તથા બજાર મૂડીકરણમાં કે જ્યાં “મૂલ્ય”નો અર્થ શેરોને તેમના આંતરિક મૂલ્યથી ઓછા ભાવ પર ખરીદવો. આંતરિક મૂલ્ય ફક્ત રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે, જે કંપની પોતાના શેરધારકો માટે એક નિયત સમયગાળામાં સર્જન કરે છે. ઓછાં મૂલ્યા ધરાવતા કારોબારના બે છેડા પર સ્પેક્ટ્રમને જોઈ શકાય છે. એક બાજુ બજાર સ્પર્ધાત્મક લાભોની ટકાઉપણાની સ્થિતિને એપ્રેસિએટ કરી શકે છે અને/અથવા કંપની માટે વિકાસના માર્ગની લંબાઈને ઓછી આંકી શકે છે. આ કંપનીઓ ચક્રિય તથા સરેરાશ રિવર્સનના માપદંડોને નજર અંદાજ કરે છે. સ્પેક્ટ્રમના બીજા છેડા પર એવી કંપનીઓ હોય છે કે જે ચક્રિય કારણો, પર્યાવરણમાં પરિવર્તન અથવા પોતાના અઘાઉના કાર્યોને લીધે પડકારોનો સામનો કરે છે. જોકે, જો મુખ્ય બિઝનેસ તંદુરસ્ત હોય અને વધારે સારા ભવિષ્ય (રોકડ પ્રવાહ, વળતરનું પ્રમાણ)નો માર્ગ દેખાય છે તો તેમનું ઓછું મૂલ્યાંકન એક આકર્ષક એન્ટ્રી પોઇન્ટ રજૂ કરે છે. બન્ને કિસ્સામાં કારોબારને ખરીદવાની તક એવી છે કે કે જે સંબંધિત અપેક્ષાની તુલનામાં સસ્તા હોય છે.

યુટીઆઈ વેલ્યુ ફંડ વર્ષ 2005માં શરૂ થયું હતું. આ ફંડ 31 જાન્યુઆરી, 2026ના રોજ આશરે રૂપિયા 9,800 કરોડનું એયુએમ ધરાવે છે. પોર્ટફોલિયો લાર્જ કેપ આધારે રહેશે ત્યારે મિડકેપનું રોકાણ વેલ્યુએશનની વિવિધતાના આધારે વધુ વ્યાપકતા ધરાવી શકે છે. 31 જાન્યુઆરી, 2026 સુધીમાં આ ફંડે આશરે 64 ટકા લાર્જ કેપ્સમાં રોકાણ કર્યું છે અને બાકીનું મિડ અને સ્મોલ કેપમાં રોકાણ ધરાવે છે. આ સ્કીમનું ટોચનું રોકાણ એચડીએફસી બેન્ક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઈન્ફોસિસ લિમિટેડ, એક્સિસ બેંક લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, સ્ટેટ બેંન્ક ઓફ ઇન્ડિયા લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, ટેક મહિન્દ્રા લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં છે, જે પોર્ટફોલિયો હોલ્ડિંગ્સના આશરે 44 ટકા હિસ્સો ધરાવે છે.

યુટીઆઈ વેલ્યુ ફંડ એવા ઈક્વિટી રોકાણકારો માટે ઉપયોગી બની શકે છે કે જે પોતાના ઈક્વિટી પોર્ટફોલિયો બનાવવા ઈચ્છે છે અને લાંબા ગાળાનો મૂડીગત લાભ મેળવવા ઈચ્છે છે. આ ફંડ મધ્યમ જોખમ પ્રોફાઈલ ધરાવતા રોકાણકારો માટે ઉપયુક્ત છે કે જે બજારની સ્થિતિને આધિન મધ્યમથી લાંબાગાળામાં યોગ્ય વળતરની તકોને શોધે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here