વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, શ્રૃંગાર ગૌરી પૂજા મુદ્દે 22 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

0
8
વારાણસી જિલ્લા કોર્ટે કહ્યું કેસ સાંભળવા લાયક છે. કોર્ટે કેસની સુનાવણી ન કરવા માટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા
અત્યંત સંવેદનશીલ ગણાતા આ મામલામાં કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરમાં હિંદુ-મુસ્લિમ મિશ્રિત વસ્તી ધરાવતા વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

વારાણસી : વારાણસીના જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદ પર આગળ સુનાવણી ચાલુ રહેશે. વારાણસી જિલ્લા કોર્ટે કહ્યું કેસ સાંભળવા લાયક છે. કોર્ટે કેસની સુનાવણી ન કરવા માટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા. કોર્ટે માન્યું કે આ કેસ 1991ના વર્શિપ એક્ટ હેઠળ નથી આવતો. હવે વારાણસી જિલ્લા કોર્ટ 22 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી આગળ વધારેશે. કોર્ટના આદેશની નકલ તમે જોઈ શકો છો. કોર્ટેના નિર્ણય દરમિયાન હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈન કોર્ટમાં હાજર હતા. જોકે મુખ્ય અરજદાર રાખી સિંહ હાજર ન હતા. જજે કુલ 62 લોકોને કોર્ટ રૂમમાં હાજર રહેવાની પરવાનગી આપી હતી. આ મામલે હિંદુ અને મુસ્લિમ પક્ષની દલીલ 24 ઓગસ્ટે પૂરી થઈ ગઈ હતી. આ પછી વારાણસી જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે 12 સપ્ટેમ્બર એટલે કે આજ સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અત્યંત સંવેદનશીલ ગણાતા આ મામલામાં કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શહેરમાં હિંદુ-મુસ્લિમ મિશ્રિત વસ્તી ધરાવતા વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આદેશ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે પોલીસે ગત રાત્રિથી કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પાંચ હિંદુ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં હાજર હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની પરવાનગી માંગી છે. આ મહિલાઓ ખાસ કરીને દરરોજ શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની પરવાનગી માંગતી હતી. કોર્ટના આદેશ પર મસ્જિદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જિદના ભોંયરામાં છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. કેસમાં અત્યાર સુધી શું થયું, 3 મુદ્દામાં સમજો. વારાણસીના પૂર્વ સિટી મેજિસ્ટ્રેટ (1988થી 1992) અનિલ સિંહ જ્ઞાનવાપી મસ્જિદ વિશે વાત કરતા જણાવે છે કે ’હું વારાણસી શહેરમાં સિટી મેજિસ્ટ્રેટ હતો, ત્યારે મેં જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરને જોયું હતું. ઉપરના ગુંબજને છોડી દઈએ તો આ કોઈપણ રીતે મસ્જિદ નથી લાગતી. પરિસરનો આત્મા મંદિર જેવો જ છે. 1991-92માં અંજુમન મસાજિદ ઈન્તજામિયા કમિટી તરફથી નિયુક્ત ઈમામ મૌલાના અબ્દુલ વાસિતે મિનારના સમારકામ માટે અરજી કરી હતી. મેં મૌલાનાને કહ્યું કે પહેલા જઈને જુઓ કે ક્યાં સમારકામ કરવાનું છે? તેમણે જોયા વિના મંજૂરી આપવા તજવીજ હાથ ધરી, પરંતુ હું ના માન્યો.’તેઓ આગળ જણાવે છે, ‘હું મસ્જિદમાં ગયો. અંદર ગયો તો આશ્ચર્યચક્તિ થઈ ગયો. પશ્ચિમી હિસ્સામાં મંદિર દેખાતું હતું. મેં છત પર જઈને ચારેતરફ નજર કરી. એક ગુંબજમાં ઝરોખો હતો. મેં અંદર જોયું, તો મંદિરના અવશેષ હતા.’