Tuesday, August 25, 2026
HomeGujaratપોરબંદર – આસનસોલ વચ્ચે 13 એપ્રિલથી દરેક સોમવારે દોડશે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન”...

પોરબંદર – આસનસોલ વચ્ચે 13 એપ્રિલથી દરેક સોમવારે દોડશે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન” ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી શરૂ થશે

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે.

યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા માટે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર ચલાવવામાં આવશે.
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન” દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી જૂન 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 12-12 ફેરા સાથે ચલાવવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ છે—
ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે.
તે જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 09206 આસનસોલ – પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ ટ્રેન આસનસોલથી દરેક બુધવારે રાત્રે 23:05 વાગ્યે પ્રસ્થાન કરી શુક્રવારે રાત્રે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, અમદાવાદ, આનંદ, છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોસ જં. ગોમો, ધનબાદ જં. સ્ટેશનો પર ઠેરવાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09205 માટે ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગે વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લેવા અને પોતાની મુસાફરીને સરળ તથા સુવિધાજનક બનાવવા અપીલ કરી છે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here