રાષ્ટ્રપતિ ભવનમાં બાંગલાદેશી PMનું સ્વાગત, કહ્યું- અમારી આઝાદીની લડાઈમાં ભારતનું યોગદાન

0
16
ભારત મુલાકાતે આવેલાં બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાની રિસેપ્શન સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીનાએ કહ્યું- ભારત અમારું મિત્ર છે. ભારત આવવાનું હંમેશાં પસંદ છે, કારણ કે તે મને હંમેશાં યાદ અપાવે છે કે આ દેશે બાંગ્લાદેશની આઝાદીમાં ખૂબ મદદ કરી હતી.

નવી દિલ્હી : ભારત મુલાકાતે આવેલાં બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાની રિસેપ્શન સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતા. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે 7 સમજૂતી થઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, જ્યારે લિબરેશન વોર થઈ, અમારા દેશે જ્યારે સ્વાધીનતા મેળવી ત્યારે ભારત અને અહીંના લોકોએ અમારો સાથ આપ્યો, સપોર્ટ કર્યો. એ માટે હું હંમેશાં ભારતની આભારી રહીશ. રાષ્ટ્રપતિ ભવનમાં શેખ હસીનાએ કહ્યું- ભારત અમારું મિત્ર છે. ભારત આવવાનું હંમેશાં પસંદ છે, કારણ કે તે મને હંમેશાં યાદ અપાવે છે કે આ દેશે બાંગ્લાદેશની આઝાદીમાં ખૂબ મદદ કરી હતી. અમારા મૈત્રી સંબંધો છે અને અમે હંમેશાં એકબીજાને મદદ કરીએ છીએ.તેમણે વધુમાં કહ્યું હતું કે અમારું મુખ્ય ફોક્સ અમારા લોકોની વચ્ચે સહયોગ વધારવો, ગરીબી ખતમ કરવી અને ઈકોનોમી સુધારવાનો છે. આ મુદ્દાઓને સાથે રાખીને અમે બંને દેશ કામ કરી રહ્યા છીએ. આનાથી ભારત-બાંગલાદેશ જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના લોકોનું જીવનધોરણ સુધરશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન ભારત-બાંગલાદેશ વચ્ચે રક્ષા, વેપાર, રેલવે, વોટર મેનેજમેન્ટ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા 7 સમજૂતી કરાર થઈ શકે છે. તેમાં મહત્વની કુશિયારા જળ સમજૂતી પણ સામેલ છે. 8 સપ્ટેમ્બરે શેક હસીના અજમેર શરીફની દરગાહ ઉપર પણ જશે. ભારત મુલાકાતે આવતા પહેલાં શેખ હસીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે કહ્યું- અમે રોહિંગ્યાઓને માનવતાના આધારે આશ્રય આપ્યો હતો. અમે જરૂરી બધું આપ્યું. કોરોના સમયગાળા દરમિયાન, તમામ રોહિંગ્યાઓને પણ રસી આપવામાં આવી હતી. પણ તેઓ અહીં ક્યાં સુધી રહેશે? તેઓ કેમ્પ બનાવીને જીવી રહ્યા છે. કેટલાક લોકો દારૂની હેરાફેરી, હથિયાર અને મહિલાઓની દાણચોરીના ધંધામાં પકડાયા છે. તેઓ જેટલા વહેલા તેમના દેશમાં જાય તેટલું સારું.​​​​​​​ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) મારફત ચીન બાંગ્લાદેશ અને નેપાળ જેવા નાના દેશોમાં વિસ્તરણ કરી રહ્યું છે. ચીન દેવાંના રૂપમાં ગરીબ દેશોમાં ઘણું રોકાણ કરે છે. પરંતુ જ્યારે આવક ઊભી થતી નથી ત્યારે ગરીબ દેશો ચીનના દેવાં હેઠળ દબાઈ જાય છે. આવું જ શ્રીલંકામાં થયું. શ્રીલંકા દેવાંમાં ડૂબી ગયું અને આખરે નાદાર થઈ ગયું. તેના પર બાંગ્લાદેશના પીએમએ કહ્યું- અમારી અર્થવ્યવસ્થા હજુ પણ મજબૂત છે. કોરોના સમયગાળો, રશિયા-યુક્રેન યુદ્ધની અસર થઈ છે, પરંતુ બાંગ્લાદેશ હંમેશા સમયસર લોન ચૂકવે છે. અમારો ડેબિટ દર ઘણો ઓછો છે. તેમણે ભારતને બાંગ્લાદેશનો ‘ટેસ્ટેડ ફ્રેન્ડ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું- ભારતે મૈત્રી પ્રોગ્રામ હેઠળ બાંગ્લાદેશમાં રસીના ઘણા કન્સાઇનમેન્ટ મોકલ્યા છે. આ પણ પ્રશંસનીય છે. તેમણે પાડોશી દેશો વચ્ચે મજબૂત સહયોગ જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો હોઈ શકે છે, પરંતુ તેમને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.