વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

0
5

દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022માં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે

હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના વ્યસ્ત એરપોર્ટમાં પ્રથમ

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા વર્ષમાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં ભારતનું દિલ્હી સ્થિત  ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022માં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે છે.  ACIના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોએ મુલાકાત લીધી હતી.

હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા સૌથી વ્યસ્ત એરપોર્ટ

ACIએ જણાવ્યું હતું કે 2022 માં, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં પ્રથમ ક્રમે છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ, ડેનવર એરપોર્ટ ત્રીજા અને શિકાગો ઓ’હારે એરપોર્ટ ચોથા સ્થાને છે.

વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ

  • હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા 
  • ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ
  • ડેનવર એરપોર્ટ
  • શિકાગો ઓ’હારે એરપોર્ટ
  • દુબઈ એરપોર્ટ
  • લોસ એન્જલસ, કેલિફોર્નિયા
  • ઇસ્તંબુલ એરપોર્ટ
  • હીથ્રો એરપોર્ટ, લંડન
  • ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી
  • પેરિસ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ

રિપોર્ટમાં બીજું શું છે ખાસ?

IGI ઓપરેટર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એકમાત્ર એરપોર્ટ છે જે ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. માહિતી અનુસાર, ‘દિલ્હી એરપોર્ટ 2019માં 17માં અને 2021માં 13માં સ્થાનેથી આગળ વધ્યું છે. ACI રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટે 2022માં 5.94 કરોડથી વધુ મુસાફરોએ મુલાકાત લીધી છે.