Thursday, June 25, 2026
HomeReligionમૂંડક ઉપનિષદમાં કહેવાયેલ પરા અને અપરા વિદ્યા શું છે? જગત ઉત્પત્તિનું કારણ...

મૂંડક ઉપનિષદમાં કહેવાયેલ પરા અને અપરા વિદ્યા શું છે? જગત ઉત્પત્તિનું કારણ શું છે?

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

હે ઈશ્વર.
‌‌ આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. બહું સ્વાભાવિક પણે આપણને એમ થાય કે દુનિયા આટલી તેજીથી આગળ વધી રહી છે, અને ત્યારે આપણે આટલું પાછળ એટલે કે વેદ, પુરાણ, ઉપનિષદ, વગેરેનું સેવન કરવાનું, અથવા તો એમાં રહેલું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કારણ શું છે? એ જાણવાની શું જરૂર છે? એવું એમાં શું કહ્યું છે? નિત્ય પ્રભાતે સૂર્યોદય પહેલાં જ આ ચિંતનની ધારા આપણને જગાડે છે! અને સદગુરુ કૃપાથી નિતનવા સંદર્ભોથી માત્ર એક વાતનો બોધ આપે છે, કે જાગો !હવે તો જાગો! આપણે સૌ જાણીએ છીએ કે, વિકાસ સાથે સાથે શાંતિ ઘટતી જાય છે, અને એટલે આપણાથી કંઈક તો આડું અવળું થયું જ છે! અને હણાઈ ગયેલી શાંતિ પાછી મેળવવાં કંઈક તો કરવું જ પડશે! સંસારીઓને સૌથી પ્રભાવિત કરતું જો કોઈ પરિબળ હોય તો એ માયા છે, અને આગળનાં મૂંડક ઉપનિષદમાં માથાનાં ખરતાં વાળ જેમ માયા ખરી જાય, અને દુઃખ પણ થાય નહીં, એવાં બ્રહ્મ જ્ઞાનનો બોધ આપવામાં આવ્યો છે, તો ઈશ, કેન, માંડૂકય, અને ચોથું મૂંડક ઉપનિષદના પ્રથમ ખંડ વિશે આજે ચિંતનમાં વાત‌ કરીશું.

મૂંડક ઉપનિષદનાં મુખ્ય ત્રણ ખંડ છે, અને એ ત્રણનાં પાછાં છ પેટા વિભાગ એમ, આ ઉપનિષદમાં કુલ ૬૪ શ્લોક આવેલ છે. મુંડક ઉપનિષદ એક ભારતીય ઉપનિષદ છે, જે જ્ઞાન અને વિજ્ઞાનની કડી રુપ માનવામાં આવે છે, તથા વેદાંત ફિલસૂફીનાં મહત્વપૂર્ણ ગ્રંથોમાંનો એક છે. તેનું ભાષ્ય આદિ શંકરાચાર્ય અને માધવાચાર્ય દ્વારા લખાયું છે, અને શંકર ભાષ્ય નામનાં આ ગ્રંથમાં વેદાંત ફિલસૂફીનાં મહત્વપૂર્ણ સિદ્ધાંતોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથ અદ્વૈત એટલે કે એક જ પરમાત્માનાં સત્યનું વેદાંત દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એની પર ભાર મુકે છે. આ ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. મુંડક ઉપનિષદ દેવનાગરી એટલે કે સંસ્કૃત ભાષામાં લખાયેલ એક પ્રાચીન વૈદિક લખાણ છે, જે અથર્વવેદમાં અંકિત છે, અને મૂંડક ઉપનિષદ સૌથી વધુ વ્યાપક રીતે અનુવાદિત થયું છે.આ ઉપનિષદને સૌનક ઋષિ અને અંગીરસ ઋષિ વચ્ચેનાં સંવાદ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તે એક કાવ્યાત્મક શ્લોક શૈલીનું ઉપનિષદ છે, જોકે, આ મંત્રોનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં થતો નથી, પરંતુ તેનો ઉપયોગ આધ્યાત્મિક જ્ઞાનનાં ધ્યેય અને ધ્યાન માટે થાય છે. 

મૂંડક ઉપનિષદનાં પ્રથમ ખંડમાં કુલ ૯ મંત્રો છે, જે જ્ઞાન અને વિજ્ઞાનનો પાયો નાખે છે. આ ખંડમાં પરા એટલે કે આધ્યાત્મિક અને અપરા એટલે સાંસારિક સાધન સંપત્તિ મેળવવાનાં યજ્ઞ વિદ્યા વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે.

**તેમાં સૌથી મહત્વનાં અને પ્રસિદ્ધ શ્લોક‌ નીચે મુજબ છે, જે શૌનક દ્વારા પુછવામાં આવેલા મુખ્ય પ્રશ્ન છે.

શૌનકો હ વૈ મહાશાલોઽંગિરસં વિધિવદુપસન્નઃ પપ્રચ્છ ।
કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં-વિઁજ્ઞાતં ભવતીતિ (૩)

જેનો અર્થ થાય છે, શૌનક કે જે એક મોટા ગૃહસ્થ છે, એમણે વિધિવત રીતે અંગિરસ ઋષિ પાસે જઈને પ્રશ્ન પૂછ્યો: “હે ભગવન્! એવું કયું જ્ઞાન છે જેના દ્વારા આ બધું જ જાણી શકાય છે, અને એને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી ?” ઉપનિષદનાં આ મૂળ પ્રશ્ન પર શૌનક દ્વારા સાચાં જ્ઞાનની શોધ વિશે પૃચ્છા થઈ છે.

** આ શ્લોક પરા અને અપરા વિદ્યાનો ભેદ દર્શાવે છે.

તસ્મૈ સ હોવાચ । દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિ હ સ્મ યદ્બ્રહ્મવિદો વદંતિ પરા ચૈવાપરા ચ ॥ 4॥
તત્રાપરા ઋગ્વેદો… અથ પરા યયા તદક્ષરમધિગમ્યતે (૫)

જેનો અર્થ થાય છે, અંગિરસ ઋષિએ કહ્યું: “બ્રહ્મવિદો એટલે કે જ્ઞાનીઓ કહે છે કે, સાધક એ બે પ્રકારની વિદ્યા જાણવા જેવી છે, પરા સર્વોચ્ચ તત્વને અનુભવવા માટે છે, એટલે કે આધ્યાત્મિક યાત્રા સૂચવે છે, અને “અપરા” વેદ મુજ્બ સાંસારિક સામાન્ય વ્યવહાર જ્ઞાનની વાતો. સીધાસાદા શબ્દોમાં કહીએ તો, જે શાસ્ત્રોક્ત જાણકારી છે, એને આપણે અપરા વિદ્યા કહીએ છીએ, જ્યારે જે જ્ઞાન થી બ્રહ્મ એવંમ પરમાત્માની અનુભૂતિ થાય છે એ પરા વિદ્યા છે. વેદ શાસ્ત્ર વગેરે અપરા વિદ્યા છે, જ્યારે જેનાં દ્વારા અવિનાશી પરમાત્માનું અંતિમ દર્શન રુપ”અક્ષર” ને પ્રાપ્ત કરી શકાય તે ‘પરા વિદ્યા’ છે. અક્ષર એટલે જેનો ક્યારેય નાશ થતો નથી અને જે શાશ્વત છે. અક્ષર એ ઈશ્વરનું શાશ્વત, દિવ્ય અને અપરિવર્તનીય સ્વરૂપ છે. અક્ષર એ ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે, જે દેશ અને કાળની મર્યાદાથી મુક્ત છે. તે દિવ્યતાનું શુદ્ધ પ્રતીક છે.

** પ્રથમ ખંડનાં ૭ માં શ્લોકમાં જગતનું કારણ બતાવતા ઋષિ કહે છે,

યથોર્ણનાભિઃ સૃજતે ગૃહ્ણતે ચ… તથાઽક્ષરાત્ સંભવતીહ વિશ્વમ્ (૭)

એનો અર્થ થાય કે જેમ કરોળિયો પોતે જ તાર ઉત્પન્ન કરે છે, અને પાછા ખેંચી લે છે, જેમ પૃથ્વી પર ઔષધિઓ ઉગે છે, જેમ મનુષ્યના શરીરમાં વાળ ઉગે છે, તેમ જ આ અવિનાશી પરમાત્મામાંથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે. આ શ્લોક બ્રહ્મ કે પરમાત્માની સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન સમજાવે છે.

** પરમાત્માની સર્વજ્ઞતા એટલે કે વ્યાપકતાની પુષ્ટિ‌ કરતો આ શ્લોક છે.

યઃ સર્વજ્ઞઃ સર્વવિદ્યસ્ય જ્ઞાનમયં તપઃ ।
તસ્માદેતદ્બ્રહ્મ નામ રૂપમન્નં ચ જાયતે (૯)

એનો અર્થ થાય છે કે, જે સર્વજ્ઞ છે, અને જેનું તપ જ્ઞાનમય છે, તે પરમાત્મામાંથી બ્રહ્મા, નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે. આ ખંડનો અંતિમ મંત્ર છે, જે સમજાવે છે કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ.

મૂંડક ઉપનિષદ અથર્વ વેદમાં સ્થિત છે, અને બ્રહ્મા એ પોતાનાં સૌથી મોટાં પુત્ર અથર્વને સૌ પ્રથમ વાર બ્રહ્મ વિદ્યા આપી, અને આમ એ પરંપરા બની. તેમાં જ્ઞાન દ્વારા આધ્યાત્મિક માર્ગ પર પ્રકાશ ફેલાય છે, અને સાધકને જ્ઞાનની સીડીના ઉચ્ચતમ પગથિયાં “બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ” ના શિખર પર લઈ જાય છે. આ ઉપનિષદ સંન્યાસી માટેનું છે, કે જેમાં એ ખુદ પોતાના કેશ ઉતરાવે છે, એટલે પોતે જ માયાથી મુક્ત થવું પડે ત્યારે બ્રહ્મ સમજાય! અને આવું જ્ઞાન બ્રહ્મવિદ્યામાં પારંગત અને બ્રહ્મ અનુભવ ધરાવતાં ગુરુ પાસેથી પ્રેરણાત્મક દીક્ષા દ્વારા મેળવી શકાય છે, તે સત્ય આ ઉપનિષદમાં ખૂબ જ સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે. દરેક ઉપનિષદ ની જેમ આ ઉપનિષદ પણ શાંતિ મંત્રથી શરું થાય છે! અને સાધકને શાંતિ મેળવવા શું કરવું જોઈએ! એના પાંચ કારણ બતાવે છે. જીવનમાં સારા વિચારો સાંભળવા મળે,સત્ય અને શુભતાનું દર્શન થાય, શરીર અને મન સ્વસ્થ રહે, અને જીવન ધર્મમય બને.આ માટે ઇન્દ્ર શક્તિ અને રક્ષણ આપે,પૂષા જ્ઞાન અને માર્ગદર્શન આપે,ગરુડ દુર્ભાગ્ય અને અવરોધોથી બચાવે,બૃહસ્પતિ બુદ્ધિ અને વિવેક આપે। દરેક શાંતિ મંત્રમાં ત્રણ વખત “શાંતિ” બોલાય છે, અને એ રીતે આધિદૈવિક તાપ એટલે કે કુદરતી કે દૈવી અવરોધોથી મુક્તિ કે શાંતિ મળે
આધિભૌતિક તાપ, એટલે કે બહારની દુનિયાના કષ્ટોથી મુક્તિ કે શાંતિ મળે. આધ્યાત્મિક તાપ એટલે કે મન અને આત્માનાં દુઃખો દૂર થાય.આ શાંતિ મંત્ર આપણને શીખવે છે કે, કોઈપણ જ્ઞાન પ્રાપ્ત કરવા પહેલાં મન, શરીર અને વાતાવરણમાં શાંતિ હોવી જોઈએ.
સત્ય સાંભળવા માત્રથી કંઈ થતું નથી, એને સમજવાની આંતરિક તૈયારી જરૂરી છે,
અને આધ્યાત્મિક માર્ગ માટે વિનમ્રતા, સૌનાં આરોગ્ય અને કલ્યાણની પ્રાર્થના નિત્ય કરવી જોઈએ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here