Thursday, October 15, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ખાટલા પર સુતેલા દાહોદના યુવકની હત્યા, અજાણ્યો શખ્સ તીક્ષ્ણ...

અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ખાટલા પર સુતેલા દાહોદના યુવકની હત્યા, અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયાર લઇ તૂટી પડ્યો

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. સોમવારે કાલુપુર પાસે એક યુવકની જાહેરમાં હત્યા કર્યાના સીસીટીવી સામે આવ્યા બાદ હવે વસ્ત્રાપુરમાં ખાટલામાં સુતેલા દાહોદના મજૂર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વસ્ત્રાપુર લેકમાં કન્ટ્ર્ક્શનનું કામ કરનારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સને શોધવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો સમગ્ર બનાવ નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. કન્ટ્ર્ક્શનનું કામ કરનાર અશ્વિન વામજાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ અમદાવાદ મહાનગરપાલિકા મેમનગર સ્થિત બોડકદેવ ઓફિસમાં આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર જાવતા પંચાલનો અશ્વિનભાઈને ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર તળાવ ખાતે ચાલતી તેમની સાઇટ પર હત્યાનો બનાવ બન્યો છે. પોલીસ સ્થળ પર આવી હોવાની જાણ કરતા તેમણે સાઇટ એન્જિનિયર ગૌરવ પટેલને ફોન કર્યો હતો. જેમણે તુરંત સાઇટ પર પહોંચવા જણાવ્યું હતું. અશ્વિનભાઈ સાઇટ પર જવા નીકળ્યા હતા અને એ દરમિયાન તેમણે ફરી ગૌરવ પટેલને ફોન કર્યો હતો. જેમાં ગૌરવ પટેલે અશ્વિનભાઈને જણાવ્યું હતું કે, સાઇટ પર કામ કરી રહેલા લાલાભાઈ ખુમાભાઈ સંગાડાનો મૃતદેહ એડવેન્ચર પારક્ની પાછળ બોટિંગની જૂની ટિકિટ બારી પાસે ખાટલામાં પડેલો છે. લાલાભાઈ પર ગળા અને માથાના ભાગે તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતક લાલાભાઈ સંગાડા છેલ્લા 10 દિવસથી આ સાઇટ પર કામ કરી રહ્યાં હતા. સવારે તેઓ મજૂરી કામ કરતા હતા અને રાત્રીના સમયે ચોકીદાર તરીકે કામ કરતા હતા. 30 વર્ષીય મૃતક લાલાભાઈ સંગાડા દાહોદ જિલ્લાના ઝાલોદના હીરોલા ગામના રહેવાસી છે. વસ્ત્રાપુર લેકમાં ખાટલામાં લાશ હોવાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હત્યા કોણે અને કયા કારણોસર કરવામાં આવી છે. તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગઇકાલે રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હત્યાના જે સીસીટીવી સામે આવ્યા છે. તે ખૂબજ ભયાનક છે. એક શખ્સ ખાટલામાં સૂતેલા મજૂર પર કોઇ પાવડા જેવી વસ્તુ લઇને તૂટી પડ્યો હતો. એક પછી એક ઘા મજૂરના માથાના ભાગે મારી રહ્યો હતો. હત્યારા શખ્સની ઝનૂન અને ક્રોધને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા યુવાનો પણ હિંમત હારી ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે હત્યારા શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here