Saturday, September 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ : હળવા વરસાદના ઝાપટાઓ, ઉત્સુકતા વધી ગઈ

અમદાવાદ : હળવા વરસાદના ઝાપટાઓ, ઉત્સુકતા વધી ગઈ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમદાવાદ, તા.૨૫
ઘણા લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં મેઘરાજા પધરામણી માટે થનગની રહ્યા છે પરંતુ હજુ પણ મન મૂકીને શહેરમાં વરસતા નથી. ત્રણેક દિવસ પહેલાં ઝરમર અને હળવા વરસાદ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ શહેરીજનો પર તેમની આછીપાતળી મહેર સંતાકૂકડી કરતાં વરસાવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં ચાલુ રહ્યા હતા પરંતુ શહેરીજનો મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જાવા મળ્યા હતા. જા કે, આજે અમદાવાદ શહેરમાં વરસેલા હળવાથી ભારે ઝાપટાઓના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. ત્રણેક દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં ઝરમર અને હળવા વરસાદની પધરામણી બાદ ફરી આજે નગરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આજે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. તો થોડી થોડી વારે સૂર્યનારાયણ પણ દેખા દેતા હતા. વહેલી સવારથી લઇ બપોરે અને સાંજના સુમારે અમુક અમુક સમયના અંતરે મેઘરાજાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમની પધરામણી કરી હતી અને પૂર્વમાં બાપુનગર, નિકોલ, રામોલ, ઓઢવ, રખિયાલ, મણિનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં તો, પશ્ચિમમમાં શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જા કે, કેટલાક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પણ નોંધાયા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here