Tuesday, October 13, 2026
Homenationalઇડીએ બેંક છેતરપિંડી કેસમાં રૂ. 252 કરોડનું એમ્બિયન્સ ટાવર ટાંચમાં લીધું

ઇડીએ બેંક છેતરપિંડી કેસમાં રૂ. 252 કરોડનું એમ્બિયન્સ ટાવર ટાંચમાં લીધું

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

– દિલ્હીના શાલિમાર બાગ સ્થિત કોમર્શિયલ ટાવર ટાંચમાં લેવાયું 

– અમન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે જમ્મુ-કાશ્મીર બેંકના નેતૃત્ત્વવાળી બેંકોના જૂથ પાસેથી 810 કરોડ રૂપિયાની લોન લીધી હતી 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એમ્બિયન્સ ગ્રુપ વિરુદ્ધના બેંક છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં દિલ્હીના શાલિમાર બાગ વિસ્તારમાં આવેલા ૨૫૨ કરોડ રૂપિયાના બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સ એમ્બિયન્સ ટાવર ને ટાંચમાં લીધો છે.

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમ્બિયન્સ ટાવરની માલિકી એમ્બિયન્સ ટાવર્સ પ્રાઇવેટ લિમિટેડની છે. આ કંપની રાજ સિંહ ગેહલોત દ્વારા પ્રમોટેડ એમ્બિયન્સ ગ્રુપની છે. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જારી કરવામાં આવેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ ૨૫૨.૧૭ કરોડ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડિંગ ટાંચમાં લેવાનો આદેશ આપવામાં આાવ્યો હતો.

ઇડીએ મની લોન્ડરિંગનો આ કેસ જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે દાખલ કર્યો હતો. જમ્મુ-કાશ્મીર એન્ટી કરપ્શન બ્યુરોની એફઆઇઆર અને ચાર્જશીટ મુજબ અમન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે જમ્મુ-કાશ્મીર બેંકના નેતૃત્ત્વવાળી બેંકોના જૂથ પાસેથી ૮૧૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. અમન હોસ્પિટાલિટી પ્રા. લિ.ના પ્રમોટર ડાયરેક્ટર ગેહલોત છે. 

ઇડીના જણાવ્યા અનુસાર લોનની રકમ એનપીએ બની ગઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોનની આ રકમ ડાયવર્ટ કરી હતી અને તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં સપ્ટેમ્બર, ૨૦૨૧માં ઇડીએ ગેહલોતની ધરપકડ કરી હતી. તેમના પત્ની શીલા ગેહલોત તથા એમ્બિયન્સ ગ્રુપના અન્ય ડાયરેક્ટરો અમિત ગેહલોત, શમશેર સિંહ અને પવન સિંહના નામ ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.  આ અગાઉ એજન્સીએ આ કેસમાં ૨૦.૨૦ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી હતી.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here