Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadએ…એ…ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી,

એ…એ…ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી,

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે મેઘરાજાએ સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે.

વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વિસનગર અને વડનગરમાં 1-1 ઇંચ અને જોટાણા, કડી, બહુચરાજીમાં અડધો-અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે મહેસાણામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રોડ પર પાણી વળ્યા છે. વરસાદના લીધે મહેસાણા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here