Tuesday, August 25, 2026
HomeGujaratકારે બે ટુ-વ્હીલરને ઠોકર મારતાં બાળકીનું મોત, પાંચ ઘાયલ

કારે બે ટુ-વ્હીલરને ઠોકર મારતાં બાળકીનું મોત, પાંચ ઘાયલ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

રાજકોટ

કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ પાસે ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. માલિયાસણના ચાવડા પરિવારના  છ લોકો બે ટુવ્હીલર પર ખેરડીથી માલિયાસણ આવતા હતાં. એ સમયે  બેફામ રીતે આવતા એક કારચાલકે આ બંને વાહનને ઠોકર મારીને ઉલાળ્યા હતા. બાદ કારચાલક કાર સાથે પલાયન થઈ ગયો હતો. 

મળતી માહિતી મુજબ, માલિયાસણ રહેતા અને ઇમિટેશનનું કામ કરી ગુજરાન ચલાવતા ચિરાગ લલીતભાઇ ચાવડાના કાકાજી સસરા રસિકભાઈ પરમારની તબિયત સારી ન હોવાથી, ગઇકાલે સાંજે વિનોદ પોતાના એક્ટિવામાં માતા કાંતાબેન લલીતભાઇ ચાવડાને બેસાડી ખેરડી ગયો હતો. ચિરાગની સાથે તેના ફઈનો દીકરો માલિયાસણમાં જ રહેતો વિનોદ ધીરૂભાઇ રબારીયા પણ પોતાની પત્ની સંગીતા અને બે બાળકો રાજૂ તથા માનસી (ઉ.5)ને લઇને ખેરડી ગયો હતો. 

આ ચારેય બાઇક પર હતાં. ખબર કાઢીને બધા પરત માલિયાસણ આવી રહ્યા હતા ત્યારે માલિયાસણ નજીક એક કારના ચાલકે વિનોદના બાઇક અને ચિરાગને એક્ટીવાને ઠોકરે લીધા હતા. આથી બંને વાહન પર સવાર છ લોકો ફંગોળાઇ જતાં નાની-મોટી ઇજા થઇ હતી. અકસ્માત સર્જી કારનો ચાલક કાર લઇ ભાગી ગયો હતો. ઘાયલ પૈકીના ચિરાગ ચાવડા તેના માતા કાંતાબેન ચાવડા, ફઈના દીકરા વિનોદ, તેની પત્ની સંગીતા અને પુત્ર માનસી વિનોદ તથા પુત્ર રાજૂ વિનોદને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન પાંચ વર્ષની માનસીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here