Monday, September 14, 2026
Homenationalકાશ્મીર ભારતનો આંતરિક પ્રશ્ન : રાહુલ ગાંધીનો મત

કાશ્મીર ભારતનો આંતરિક પ્રશ્ન : રાહુલ ગાંધીનો મત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ ઉગ્ર વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીએ વલણ બદલ્યુ

નવી દિલ્હી,તા, ૨૮
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારનો સતત વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીએ હવે યુ ટર્ન લઇને ડેમેજ કન્ટ્રોલ કવાયત હાથ ધરી છે. કાશ્મીર પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે સુર બદલ્યા છે. રાહુલે આજે સરકાર વિરોધી વલણમાં નરમી લાવતા કહ્યુ હતુ કે કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે. આમાં પાકિસ્તાન અથવા તો દુનિયાના અન્ય કોઇ દેશ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેના માટે કોઇ જગ્યા નથી. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કાશ્મીરમાં હિંસા સરકાર પ્રાયોજિત છે. કાશ્મીર પર ચારેબાજુથી ફસાયેલી કોંગ્રેસ પાર્ટીના વલણમાં આ પ્રકારના બદલાવ માટે કેટલીક બાબતોને જવાબદાર ગણવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ આનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે તેઓ કેટલાક મુદ્દા પર સરકાર સાથે સહમત નથી પરંતુ તેઓ એક બાબત સ્પષ્ટ કરી દેવા ઇચ્છે છે કે કાશ્મીર ભારતના આંતરિક હિસ્સા તરીકે છે. જેથી પાકિસ્તાન અથવા તો દુનિયાના કોઇ દેશ આમાં દરમિયાનગીરી કરી શકે તેમ નથી. રાહુલે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં હિંસા પણ પાકિસ્તાની પ્રાયોજિત તરીકે છે. પાકિસ્તાન સમગ્ર દુનિયામાં ત્રાસવાદના સમર્થક દેશ તરીકે કુખ્યાત છે. કાશ્મીરમાંથી પરત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે તેમને એવી બર્બરતાનો અનુભવ થયો છે જે બર્બરતા કાશ્મીરી લોકો હાલમાં સહન કરી રહ્યા છે. પાકિસ્તાનમાં રાહુલ ગાંધીના નિવેદનને પાકિસ્તાની નેતાઓ મુદ્દા તરીકે રજૂ કરી રહ્યા છે. બસપના નેતા માયાવતીએ પણ વિપક્ષી દળોની હરકતની ટિકા કરી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here