કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ તૃપ્તિ દેસાઇને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતા

0
34
sabrimala temple trupti desai not entery
sabrimala temple trupti desai not entery

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી કનિદૈ લાકિઅ બહાર નીકળવા દીધા નહીં. ત્યારબાદ આખો દિવસ એરપોર્ટ રહ્યાં બાદ તૃપ્તિ દેસાઈ મુંબઈ પરત ફર્યાં. તેમણે કહ્યું કે અમે નહતા ઈચ્છતા કે ત્યાં કનિદૈ લાકિઅ હિંસા થાય. આથી અકિલા અમે પાછા ફર્યાં. આ વખતે અમે કહીને સબરીમાલા મંદિરના દર્શન માટે ગયા હતાં. પરંતુ હવે આગામી વખતે અમે કહ્યાં વગર જઈશું. આ કનિદૈ લાકિઅ માટે અમે ગોરીલા રણનીતિ અપનાવીશું. પોલીસે અમને ભરોસો અપાવ્યો છે કે હવે તેઓ અમને અકીલા સુરક્ષા ઉપલબ્ધ કરાવશે. શુક્રવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ કનિદૈ લાકિઅ પહોંચેલા તૃપ્તિ દેસાઈએ ત્યાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો. તૃપ્તિ અને અન્ય મહિલાઓને સીઆઈએસએફ જવાનો અને પોલીસની સહાયતાથી એરપોર્ટની બહાર કનિદૈ લાકિઅ કાઢવામાં આવ્યાં. મુંબઈ પહોંચેલા તૃપ્તિએ કહ્યું કે પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યાં હતાં, તેમણે આવું નહતું કરવું જોઈતું. તેઓ પોતાની કનિદૈ લાકિઅ જાતને ભગવાન અયપ્પાના અનુયાયીઓ કહે છે પરંતુ મને નથી લાગતુ કે તેઓ તેમના અનુયાયીઓ છે. તેઓ અમને મૌખિક રીતે પરેશાન કરી રહ્યાં હતાં. આ સાથે જ અમને કનિદૈ લાકિઅ ડરાવી ધમકાવી રહ્યાં હતાં. તૃપ્તિ દેસાઈએ કહ્યું કે અમને ત્યાં એરપોર્ટ પર રોકવામાં આવ્યાં હતાં. જો તેમણે અમારો વિરોધ કરવો જ હતો તો તેમણે કનિદૈ લાકિઅ નિલક્કલમાં અમારા વિરુદ્ઘ પ્રદર્શન કરવું જોઈતું હતું. પરંતુ તેઓ જાણતા હતાં કે જો અમે નિલક્કલ પહોંચ્યા તો અમે દર્શન કરીને જ પાછા ફરત. આથી તેમણે અમને એરપોર્ટ પર રોકયાં. અત્રે જણાવવાનું કે મહિલાઓના પ્રવેશને લઈને વિવાદોમાં ચાલી રહેલા કેરળના સબરીમાલા મંદિરના દ્વાર શુક્રવારે સાંજે જ ખુલી ગયા હતાં. ત્યાં સબરીમાલા મંદિરમાં દર્શન માટે શુક્રવારે ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈ પણ કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ એરપોર્ટની બહાર તેમનો ભારે વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં એરપોર્ટ બહાર પ્રદર્શનકારીઓ ભેગા થયા હતાં. જેમણે તૃપ્તિને બહાર નીકળવા જ ન દીધા. તૃપ્તિ દેસાઈએ એરપોર્ટની બહાર ન નીકળવા દેતા અંદર જ સાથીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો. તેમનું કહેવું હતું કે પોલીસે અમને એરપોર્ટના બીજા ગેટથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રદર્શનકારીઓ મક્કમ થઈને બેઠા હતાં. તેઓ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેનો અર્થ એ હતો કે પ્રદર્શનકારીઓ ડરેલા છે કે જો અમને નિલક્કલ સુધી પહોંચવા દેવામાં આવ્યાં તો સબરીમાલા સુધી જતા રહીશું. આથી તેઓ અમને ડરાવી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરના રોજ આદેશ આપ્યા બાદ મંદિર ત્રીજીવાર શુક્રવારે સાંજે ખુલ્યું. સુપ્રીમના ચુકાદા બાદ પણ મહિલાઓને મંદિરમાં હજુ સુધી પ્રવેશ મળી શકયો નથી. આ બાજુ એરપોર્ટની બહાર હાજર ભાજપના નેતા એમએન ગોપીએ પણ દેસાઈનો વિરોધ કર્યો હતો.