Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી

ગુજરાતના ખેડૂતોની આવક મેઘાલય, હરિયાણા, કાશ્મીર જેવા રાજ્યોના ખેડૂતો કરતાં પણ ઓછી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આગામી દિવસોમાં આવક બમણી થશે તેવા વાયદા-વચન આપી સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો છે. હજુ સુધી ખેડૂતોની સ્થિતીમાં ઝાઝો સુધારો થયો નથી. વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ખેડૂતોની દશા ઠેરની ઠેર રહી છે. ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર 12631 રહી છે. જોકે, મેઘાલય,હરિયાણા જેવા રાજ્યો કરતાં ય ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી ઓછી છે.ખેતીપ્રધાન ભારતમાં ખેડૂતોની દશા કફોડી બની છે. ખેડૂતોને લાભ મળે,ખેતપેદાશનું વધુ ઉત્પાદન થાય, તે હેતુસર અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. હજારો લાખો ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કૃષિ પાછળ કરોડો રૂપિયા બજેટ ફાળવવામાં આવી રહ્યુ છે છતાંય ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધાર આવી શક્યો નથી. ખુદ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે, ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂા.20-22 હજાર રહી છે. તેમાં પણ મેઘાલય પ્રથમ ક્રમે રહ્યુ છે.

આ રાજ્યના ખેડૂતોની માસિક આવક રૂ. 29348 રહી છે. જયારે રૂ.26701 માસિક આવક સાથે પંજાબ બીજા નંબરે રહ્યુ છે. ત્રીજા ક્રમે હરિયાણા રહ્યુ છે જયાં ખેડૂતો મહિને રૂ.22841 મેળવી રહ્યા છે. જોકે, વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે.દિવસેને દિવસે મોઘવારી માજા મૂકી રહી છે ત્યારે હવે તો ખેતી કરવી ય મોંઘી બની રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, ખેતીનું બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિત ખેતીલાયક ચીજવસ્તુઓ મોઘી બની છે. એ તો ઠીક, પણ હવે તો ખેતમજૂરી પણ મોઘી થઇ છે. અગાઉ ખેતમજૂરને રૂ.125 અપાતા. આજે ખેતમજૂરીનો ખર્ચ રૂ.350 સુધી પહોચ્યો છે. આમ છતાંય ખેતશ્રમિકો મળતાં નથી. અગાઉ બિયારણની થેલી રૂ.50-60માં મળતી હતી. આજે રૂ.100 ભાવ થયો છે. હાલ એક વીઘામાં વાવેતર કરવાનો ખર્ચ રૂા.25 હજાર સુધી પહોચ્યો છે. આમ, આજે ખેતી ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પુરતા નાણાં મળતા નથી. આ કારણોસર ખેડૂતો દેવાદાર બન્યાં છે. આજે ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પરિવારના માથે રૂ.59 હજારનું દેવુ છે. જગતનો તાત અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઘણાં ખેડૂતો નાછૂટકે ખેતીની જમીનો વેચવા મજબૂર બન્યાં છે. આ સંજોગોમાં ખેડૂતોની આવક મર્યાદિત બની છે જે પોષાય તેમ નથી. ટૂંકમાં, અન્ય રાજ્યો કરતાં ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ પાછળ રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here