Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં 12 લોકોની હત્યા કરનાર ભુવાનું કસ્ટડીમાં મોત, દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને...

ગુજરાતમાં 12 લોકોની હત્યા કરનાર ભુવાનું કસ્ટડીમાં મોત, દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવતો હતો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદના સરખેજ પોલીસે તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલા ઝડપી પાડ્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નવલસિંહનું આજે રવિવારે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસ સમક્ષ કબૂલાત બાદ ભુવાની તબિયત લથડી હતી. લોક-અપમાં આરોપીને વોમીટ થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીની નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન તેણે અત્યારસુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.અમદાવાદમાં તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપી ભુવા નવલસિંહ ચાવડા દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભૂવો કહેતો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકનો આબાદ બચાવ થયો હતો.અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળુ પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો. ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધિ થતા હોવાનું સામે આવ્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here