Sunday, October 4, 2026
Homenationalજગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગુમ, જાણો શું છે ખજાનાનું રહસ્ય

જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગુમ, જાણો શું છે ખજાનાનું રહસ્ય

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

હિન્દુ ધર્મમાં ચાર ધામ બતાવાયા છે જે ચારેય દિશાઓમાં આવેલા છે. ઉત્તરમાં બદ્રીનાથ છે, દક્ષિણ દિશામાં રામેશ્વરમ, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથ પુરી. એવી માન્યતા છે કે આ ચારેય ધામોમાં ભગવાનનો સાક્ષાત વાસ છે અને તેમના દર્શનથી ઘણા જન્મોના પાત દૂર થઈ જાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે.આ ચારેય ધામોમાંથી જગન્નાથપુરીની એવી માન્યતા છે કે તેમાં ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ સશરીર ઉપસ્થિત છે અને દરેક 12 વર્ષ બાદ નવકલેવર ઉત્સવમાં લીમડાના લાકડાથી બનેલું તેમનું આવરણ બદલવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ આવરણની અંદર ભગવાન કયા રૂપમાં રહે છે તે એક રહસ્ય છે. ભગવાન જગન્નાથની જેમ જ તેમના ખજાનાની ચાવી ગુમ થઈ જવી પણ હાલમાં રહસ્ય બનેલું છે. અને તેને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.હકીકતમાં તેની પાછળ કારણ એવું છે કે આ મંદિરની વાર્ષિક આવક લગભગ 50 કરોડ છે અને મંદિરની સંપત્તિ 250 કરોડ રૂપિયા છે. પરંતુ જેટલો દેખાય છે તેનાથી પણ વધારે આ મંદિરનો ખજાનો માનવામાં આવે છે. એવી ધારણા છે કે મંદિરનો ખજાનો મંદિરની ઊંચાઈ જેટલો છે, જેમાં રૂપિયા, પૈસા, રત્નો અને હીરા પણ છે. હવે આ ખજાનાની ચાવી ગુમ થઈ ગઈ છે.જણાવી દઈએ કે ઓરિસ્સાની હાઈ કાર્ટના આદેશ બાદ ‘રત્ન ભંડાર’ રૂમમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે 16 સદસ્યોની એક ટીમ 34 વર્ષ બાદ અહીં તપાસ માટે આવી હતી. આ ઘટનાના લગભગ 2 મહિના બાદ ચાવી ગુમ થવાની વાત સામે આવી છે.4 એપ્રિલના રોજ ખજાનો જોઈને પાછી આવેલી ટીમે રત્ન ભંડારના રક્ષક લોકનાથની મૂર્તિ પાસે શપથ લીધી હતી કે તેઓ રત્ન ભંડાર સાથે જોડાયેલી વાત કોઈને નહીં કહે. તેમનું કામ માત્ર પાયાની મજબૂતી અને સુરક્ષા જોવાનું હતું. આ દરમિયાન તેમને ખજાનાના સંદૂક અને રત્નોને સ્પર્શ કરવાની પરવાનગી નહોતી.ભગવાન જગન્નાથના ખજાનાની વિશાળતાને લઈને એટલા માટે અટકળો લગાવાઈ રહી છે કારણ કે આ પહેલા 2011માં જગન્નાથપુરી પાસે જ અમા મઠથી એક મજૂર ચાંદીની ઈંડ ચોરીને લઈ ગયો હતો આ બાદ એવું રહસ્ય સામે આવ્યું જેને જોઈને પ્રશાસન પણ સ્તબ્ધ થઈ ગયું. તપાસમાં જ્યારે આ મઠના એક રૂમને ખોલવામાં આવ્યો તો તેમાંથી 100 કરોડથી વધારે કિંમતની ચાંદીની ઈંટો મળી. હવે જોવું રસપ્રદ હશે કે જગન્નાથ મંદિર ખજાનાની ચાવી ગુમ થવું કયા નવા રહસ્ય પરથી પડદો ઉચકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here