Sunday, October 18, 2026
HomeIndiaબિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત,ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારમાં...

બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત,ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારમાં હાઈવે બેટમાં ફેરવાયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે. મુંગેર-ભાગલપુર નેશનલ હાઇવે-80 પર એકથી દોઢ ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાના નિશાનથી 55 સેમી ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના છ તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબૌર, કહલગાવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઇ ગયું છે. ખેતરોમાં શાકભાજી અને મકાઇના પાક ડૂબી ગયા છે.

બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. દિયારાના ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બડહિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યુ છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઇ છે. ગંગા નદી પટણાના દીધા ઘાટા પર 1.16 અને ગાંઘી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કટિહારમાં ગંગા, કોસી, કારી કોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મનિહારીના પાંચ પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે. પૂરને કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેદારનાથ માટેનો પદયાત્રા માટેનો માર્ગ ધ્વસ્ત થઇ ગયો છે. કેદારનાથ પગપાળા માર્ગનો 15 મીટરનો હિસ્સો ધરાશયી થઇ ગયો છે. જેના કારણે શનિવાર સાંજથી કેદારનાથની અવરજવર બંધ છે. દર્શન કરી પરત ફરી રહેલા 5000થી વધુ તીર્થ યાત્રીઓને વૈકલ્પિક માર્ગથી સુરક્ષિત રીતે ગૌરીકુંડ લઇ જવામાં આવ્યા હતાં. મધ્ય પ્રદેશમાં 1 જૂનથી 22 સપ્ટેમ્બર સુધીમાં 1063.3 મિમી વરસાદ પડયો છે જે વાર્ષિક સરેરાશ વરસાદથી 15 ટકા વધારે છે. છેલ્લા 18 વર્ષોમાં પ્રથમ વખત વાર્ષિક સરેરાશ વરસાદથી વધુ વરસાદ પડયો છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here