Wednesday, August 5, 2026
HomeGujaratBhavnagarભાવનગર-સોમનાથ હાઇવે પર ડમ્પર પાછળ ઘૂસતાં અડધી બસ ચિરાઈ, હાઇવે મરણચીસોથી ગૂંજી...

ભાવનગર-સોમનાથ હાઇવે પર ડમ્પર પાછળ ઘૂસતાં અડધી બસ ચિરાઈ, હાઇવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો : ભાઈ-બહેન સહિત 6ના મોત:20થી વધુ ઘાયલ, મેયર સહિતનો કાફલો હોસ્પિ. દોડ્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાતનાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક બાજુનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો બીજી તરફ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 કલાકના સુમારે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઇ હતી. આ ટ્રાવેલ્સ સુરતથી ઉના પરત ફરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર છ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 16થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકો પૈકીના એક પરિવારના સભ્યો સુરત સમુહ લગ્નમાંથી પરત આવતા હતા. દર્દીઓને ઘસારાને પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓ તળાજાથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સતત સંપર્કમાં :
ભાવનગર તળાજા હાઈવે પર વહેલી સવારે અકસ્માત થી સર્જાયેલી કરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સૂચના આપી અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છે. તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદ પુરી પાડવાની સુચના આપી દીધી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here