Monday, October 5, 2026
HomeGujaratAhmedabadવડોદરા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાળાબંધી કરીને ધરણા પર બેઠા : એક વિદ્યાર્થિનીની તબિયત...

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાળાબંધી કરીને ધરણા પર બેઠા : એક વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આજે ફરી એક વખત હંગામો થયો હતો. વડોદરાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે તેવી માગ સાથે આજે કેટલાક વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગ ખાતે દેખાવો કર્યા હતા.જોકે ફેકલ્ટી ડીન ઓફિસમાં હાજર નહીં હોવાના કારણે આ વિદ્યાર્થીઓએ મેઈન બિલ્ડિંગની તાળાબંધી કરી હતી અને આકરા તાપમાં બહાર ધરણા પર બેસી ગયા હતા.ધો.૧૨માં ૫૩ ટકા માર્કસ હોવા છતા પ્રવેશ નહીં મળતો હોવાથી ધરણામાં બેઠેલી એક વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી.જેના પગલે તેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીને આ પહેલા પણ હોસ્પિટલમાં બીજા કારણસર સારવાર માટે દાખલ કરાઈ હતી અને તાજેતરમાં રજા અપાઈ હતી પણ ધો.૧૨ પાસ કર્યા પછી પણ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળતો હોવાના કારણે વિદ્યાર્થિની ધરણામાં સામેલ થઈ હતી.દરમિયાન પ્રવેશ કાર્યવાહી શરુ ના કરાય ત્યાં સુધી તાળા ખોલવાનો ઈનકાર કરનારા વિદ્યાર્થીઓને હટાવવા માટે ડીને પોલીસ બોલાવી હતી.પોલીસે પૂર્વ એફઆર નિખિલ સોલંકી સહિત ત્રણ વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને જીપમાં બેસાડયા હતા અને તેમને પોલીસ મથકે લઈ જવાયા હતા.જ્યાં તેમને ચાર કલાક સુધી બેસાડી રાખ્યા બાદ છોડવામાં આવ્યા હતા.કોમર્સ ફેકલ્ટીમાં ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાના નિર્ણય સામે આંદોલન છેડનાર પૂર્વ એફઆર નિખિલ સોલંકીએ આજે જાહેરમાં ધમકી આપી હતી કે, જો વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય તો હું ફેકલ્ટી ડીનનુ મોઢંુ કાળું કરીશ.જેની સામે ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, પૂરક પરીક્ષા પાસ કરનારાઓને પ્રવેશ આપવો શક્ય નથી.કારણકે અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યા પણ નથી અને તેમને ભણાવવા માટે વધારાના અધ્યાપકો પણ નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here